વિરાટ કોહલીની પુત્રીને ધમકી આપનાર શખ્સની ધરપકડ

મુંબઈ પોલીસે હૈદરાબાદથી કરી ધરપકડ

ઈન્ડીયન ટીમના વિરાટ ખેલાડી કોહલી અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માની દીકરીને રેપની ધમકી આપનાર શખ્સની મુંબઈ પોલીસે હૈદરાબાદથી દબોચી લીધો છે. આરોપીની ધરપકડ મુંબઈ પોલીસના સાયબર સેલે કરી છે પોલીસ ટીમ આરોપીને મુંબઈ લાવી રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ રામનાગેશ શ્રીનિવાસ અકુબાથિની છે જેની વય 23 વર્ષ છે. આરોપીની હૈદરાબાદથી ધરપકડ કરવામાં આવી છે. જે ત્યાંનો રહેવાસી છે. તે અગાઉ ફૂડ ડિલિવરી એપ્સ માટે સોફ્ટવેર ડેવલપર તરીકે કામ કરતો હતો. આરોપી સોફ્ટવેર એન્જિનિયર છે. તેણે આઈઆઈટી હૈદરાબાદમાંથી બીટેક કર્યું છે.

ઉલ્લેખનીય છે કે, ટી20 વર્લ્ડ કપમાં ભારતને સતત બે હારનો સામનો કરવો પડ્યો છે. પહેલા પાકિસ્તાન અને પછી ન્યુઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને હરાવ્યું. ટીમ ઈન્ડિયા પ્રત્યે ચાહકોની નારાજગી એટલી બધી હતી કે કેટલાક લોકોએ તો તમામ હદો વટાવી દીધી હતી. સોશિયલ મીડિયા પર કેપ્ટન વિરાટ કોહલી, તેની પુત્રી વામિકાના પરિવારને લઈને ધમકીઓ આપવામાં આવી રહી છે અને અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

કોહલીની પુત્રીના રેપની પણ ધમકી અપાઈ હતી
કેપ્ટન વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યો છે. આ દરમિયાન એક વ્યક્તિએ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની પુત્રીને રેપની ધમકી આપી હતી. જેનો અનેક લોકોએ વિરોધ કર્યો હતો. એટલું જ નહીં, પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઇન્ઝમામ ઉલ હકે પણ આ ધમકી સામે વાંધો ઉઠાવ્યો હતો. ઈન્ઝમામે કહ્યું હતું કે આ રીતે કોઈની દીકરી કે પરિવારને નિશાન બનાવવું સંપૂર્ણપણે ખોટું છે.

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી