રાજકોટમાં 2000ની 51 જાલી નોટ સાથે એક શખ્સની ધરપકડ

સંતાનની સારવાર માટે જરૂરી અને દેણું વધી જતા ખોટે રસ્તે ચડ્યાનું આરોપીનું રટણ

રાજકોટના કુવાડવા રોડ પર આવેલા સાત હનુમાન મંદિર પાસે પોલીસે એક શખ્સની નકલી નોટો સાથે ધરપકડ કરી છે. આ શખ્સ પાસેથી પોલીસે 2000ની 51 જાલી નોટ મળી આવી હતી. આ નોટ કલર પ્રિન્ટરમાં છાપેલી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ પૂછપરછમાં આરોપીએ એક જ રટણ કર્યુ હતું કે, સંતાનની બીમારીની સારવાર માટે જરૂર હતી અને દેણું વધી જતા ખોટે રસ્તે ચડી ગયો છું. આરોપી ઈમિટેશનનો કારીગર છે.

કુવાડવા પોલીસે સાત હનુમાન નજીકથી ચોક્કસ બાતમીને આધારે કુવાડવાના જામગઢ ગામના હેમંત હમીરભાઇ વાટુકીયા નામના ઇમિટેશનના કારીગરને રૂ. 1,02,000ની રૂ. 2000ના દરની 51 જાલીનોટ સાથે ઝડપી લઇ તપાસ હાથ ધરી છે.

સંતાન બીમાર હોય અને દેણું પણ થઈ ગયું હોય મધ્યપ્રદેશના એક શખ્સ પાસેથી આ જાલીનોટ રૂ. 20 હજારમાં વેંચાતી લઈ બાદમાં 50 હજારમાં વેંચવા માટે તે નીકળ્યો હતો. પણ ગ્રાહક મળે એ પહેલા પોલીસ ભેટી ગઈ હતી. ડી. સ્ટાફના હેડકોન્સ્ટેબલ અરવિંદ મકવાણા, જયંતિભાઇ એસ. ગોહિલ અને કોન્સ્ટેબલ સતિષ લાવડીયાને બાતમી મળી હતી. આ શખ્સ સામે પોલીસે IPC 489 (ગ) મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરી જાલીનોટો, મોબાઇલ ફોન કબ્જે કરાયા હતા. કોવિડ ટેસ્ટ બાદ ધરપકડ કરી વધુ પૂછપરછ માટે રિમાન્ડ મેળવવામાં આવશે.

 51 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર