એકતાનો પીછો કરનાર શખ્સની ધરપકડ, જીમ, મંદિર દરેક જગ્યાએ રોકતો રસ્તો

મુંબઈ પોલિસે એક શખ્સની ટીવી અને ફિલ્મ પ્રોડ્યુસર એકતા કપૂરનો પીછો કરવાના આરોપમાં ધરપકડ કરી છે. જે છેલ્લા ઘણા મહિનાઓથી એકતાનો પીછો કરી રહ્યો હતો. પોલિસે જણાવ્યુ કે તેને 30થી વધુ વખત એકતાની આસપાસ જોવામાં આવ્યો છે. તે મંદિર હોય કે જિમ… સુધીર રાજેન્દ્ર સિંહ નામનો વ્યક્તિ એકતા સાથે દોસ્તી કરીને તેમની સાથે કામ કરવાનો મોકો મેળવવા ઈચ્છતો હતો.

જીમથી લઈને મંદિર સુધી કરતો હતો પીછો

પોલિસે આરોપીને ત્યારે ઝડપ્યો જ્યારે એકતા કપૂરની કંપનીએ આ મામલે ફરિયાદ દાખલ કરી હતી. પોલિસ અધિકારીએ જણાવ્યુ કે અમને મળેલી ફરિયાદમાં કહેવામાં આવ્યુ હતુ કે એકતા કપૂરના વારંવાર નજરઅંદાજ કરવા છતાં પણ એક વ્યક્તિ સતત તેમનો પીછો કરતો હતો. એટલું જ નહીં, પીછો કરનારો આરોપી શખ્સ એકતાનો પીછો કરતા કરતા મંદિર પહોંચી ગયો હતો. અને વાત કરવાની કોશિશ કરવા લાગ્યો. આ દરમિયાન સિક્યોરિટીએ તેને રોક્યો. ગાર્ડે ચેતવણી આપી તેમછતાં તે એકતાના જીમ સુધી પહોંચી ગયો. આખરે મજબૂરીમાં એકતાની કંપની તરફથી આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી.

પોલીસે તપાસ હાથ ધરી

ફરિયાદ બાદ પોલીસે તપાસ બાદ આરોપીને વીર દેસાઈ રોડ પરથી ઝડપી પાડ્યો. હાલ પોલિસ આરોપીના મોબાઈલની તપાસ કરીને એ જાણવાની કોશિશ કરી રહી છે કે એકતા વિશે તેને માહિતી કોણ આપતુ હતુ. પોલિસે જણાવ્યુ કે અમે એક ચાર્જશીટ જમા કરીશુ.

 132 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી