September 26, 2022
September 26, 2022

દહેગામમાં ચોંકાવનારી ઘટના: મેશ્વો નદીના કિનારે ઝાડ સાથે લટકતી લાશ મળી

દહેગામ તાલુકાના ચતુરપુરા ગામ પાસે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં મેશ્વો નદીના તટ પર એક લાશ બાવળના ઝાડના વેળા સાથે બંધાયેલી હાલતમાં લટકતી જોવા મળી હતી. બનાવની વિગતો મુજબ મરનાર વ્યક્તિનું નામ પ્રહલાદજી હેમતાજી સોલંકી છે જે પસુંજ ગામના ઈન્દીરાનગરના રહેવાસી હતા. તેમના પરીવારમા પાંચ ભાઈઓ અને બે બહેનો છે. તેઓ મજુરી કરીને ગુજરાન ચલાવતા હતા. અગમ્ય કારણોસર રાત્રે ઘરેથી તેઓ નીકળી ગયા હતા. સવાર પડતા તેઓ ઘરેથી ગાયબ હોવાનું માલૂમ પડતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. આજુબાજુમાં તપાસ કરતા ઘટનાની જાણ પરિવારજનોને થઇ હતી. લોકોના ટોળેટોળા મેશ્વો નદીના કિનારે ઉમટી પડ્યા હતા. પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે આ સમગ્ર બનાવ હત્યા છે કે આત્મહત્યા તે હજુ રહસ્ય છે.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી