પોરબંદર: કુછડીમાં 2 બાળકોને પાંજરામાં પુરી બેફામ માર માર્યો

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી પોરબંદરનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં બે માસુમ બાળકોને માર મારતો વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયોમાં બે માસુમ બાળકોને બે વ્યક્તિઓ દ્વારા ઢોર માર મારવામાં આવી રહ્યો છે. આ મામલે પોરબંદર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તપાસના આદેશ આપી દેવાયા છે.

કુછડી ગામમાં 2 સગીર વયના બાળકોને ચોરીના આરોપમાં કુતરા રાખવાના પાંજરામાં પુરી બેફામ માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવ્યું છે. આ મામલે વીડિયો વાઈરલ કરનાર પરબત કારા કુછડિયા, લીલા ભીમા કેશવાલા અને વેજા જીવા કુછડિયા સામે કુછડીના બાબુભાઈ મીઠાભાઈ ખરાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

પાંજરાની બહાર કાઢી પ્લાસ્ટિકના પાઈપ વડે બેફામ માર માર્યો હતો અને ઈલેક્ટ્રીક શોર્ટ આપવાની ધમકી આપી હતી. એટલું જ નહિ, વારંવાર બાળકો ‘હવે નહિ કરું, હવે નહિ કરું’નું રટણ કરતા હતા, છતાં તેઓને નિર્દયી રીતે માર મારવામાં આવી રહ્યો હતો. વીડિયો સામે આવ્યા બાદ ગાંધીનગર શિક્ષણ વિભાગ દ્વારા વિડીયો બાબતે તપાસ કરવા આદેશ અપાયો હતો. ડીઈઓએ તપાસ બાદ અહેવાલ શિક્ષણ વિભાગને સુપરત કરાયો.

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી