મન કો લુભાયે…મન કો બુલાયે..સોને કા ખજાના…!

તાલિબાનો બંદૂક મૂકીને ખજાનો શોધવા માંડ્યા છે…

સોનાની ખાણ માટે મેકેનાઝ ગોલ્ડ ફિલ્મ બેસ્ટ..

ભારતના કેટલાય પ્રાચીન મંદિરોમાં ખજાનો પડ્યો છે..

ઓરિસ્સાના એક મંદિરમાં ખજાનની શોધખોળ શરૂ થઇ..

એક મઠમાંથી ચાંદીનું બનેલુ આખુ વૃક્ષ મળી આવ્યું..

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

સોનાની ખાણ મળે તો…? કોઇ છુપો ખજાનો હાથ લાગી જાય તો…? તો તો બંદાનો બેડો પાર અને બંદા સોનાના વાસણોમાં…સોનાની વાટકીમાં રહેલા ઓર્ગેનિક ઘીમાં 56 પ્રકારના પકવાન ઝબુળ ઝબુળ કે ખાય….! પરંતુ એવુ કાંઇ દરેકના નશીબમાં હોતુ નથી. અફઘાનિસ્તાનમાં દંબૂકના જોરે સત્તા મેળવનાર આતંકી તાલિબાનો કાબુલ પ્રાંતમાં રાખવામાં આવેલો સૌથી કિંમતી ખજાનો શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે….

તાલિબાન અધિકારીઓ કહે કે તેઓએ બેક્ટ્રિયન ખજાનો શોધવા અને શોધવાના પ્રયાસો શરૂ કર્યા છે. આ ખજાનો ચાર દાયકા પહેલા શેરબર્ગન જિલ્લાના તેલા તપા વિસ્તારમાં ઉત્તરી જવજ્જન પ્રાંતના મધ્યમાં મળી આવ્યો હતો. જેની ત્યારબાદ કોઇ સારસંભાળ લેવામાં આવી કે કેમ તે પણ અફઘાન સરકારને ખબર નથી અને હવે આતંકી તાલિબાનને દેશ ચલાવવા માટે તેની સખત જરૂર છે…ખાજાનો શોધીને..વેચીને સરકાર ચલાલશે. અલબત્તા જો ખજાનો મળે તો..?!

તાલિબાનો સરકાર ચલાવવા જે ખજાનની શોધ કરી રહ્યાં છે તેમાં 20,000 થી વધુ વસ્તુઓમાં સોનાની વીંટીઓ, સિક્કા, હથિયારો, કાનની બુટ્ટીઓ, કડા, ગળાનો હાર અને મુગટનો સમાવેશ થાય છે. સોના ઉપરાંત, આમાંથી ઘણી વસ્તુઓ કિંમતી પથ્થરોમાંથી બનાવવામાં આવી હતી જેમ કે પીરોજ, કાર્નેલિયન અને લેપિસ લાઝુલી. આવા ખજાના પર સરસ મજાની સ્ટોરી હનાવનાર નેશનલ જિયોગ્રાફિક અનુસાર, નિષ્ણાતો માને છે કે કબરો છ ધનિક એશિયન વિચરતી, પાંચ મહિલાઓ અને એક પુરુષની હતી, જેમની પાસેથી ખજાનો જે તે વખતે મળી આવ્યો હતો…

હોલીવુડમાં પ્રાચીન સમયના ખજાનાની શોધ વિષય પર અનેક સફળ ફિલ્મો બની છે. જેમાંની એક છે મેકેનાઝ ગોલ્ડ. 1969માં બનેલી આ ફિલ્મમાં સદાબહાર ગ્રેગરી પેક અને ઓમર શરીફ છે. હિરોના હાથમાં એક એવો જુનો નકશો હાથમાં આવે છે કે તેમાં કોઇ સોનાની ખાણનો રસ્તો અને સ્થળ છે. હિરો, હિરોઇન અને ખલનાયક બધા પટકથા અનુસાર સોનાની ખાણમાં પહોંચીને જુએ છે તો નકશા અનુસાર ખરેખર સોનાના પહાડો…સોનાની નદી…. ચારે તરફ સોના હી સોના…અને ત્યારબાદ અંદરોઅંદર લડાઇ અને છેવટે ભૂકંપ…! હિરો હિરોઇન દિલધડક દ્રશ્યોની વચ્ચે જેમ તેમ કરીને મારતે ઘોડે બહાર આવે : છે અને સોનાની ખાણ ભૂકંપમાં…..ગરક….

મેકેનાઝ ગોલ્ડ ફિલ્મના છેલ્લાં દ્રશ્યમાં બતાવાય છે કે સોનાની ખાણમાંથી બહાર આવીને બચીને જઇ રહેલા હિરો-હિરોઇન પૈકી હિરો મેકેનાઝના ઘોડા પર બાંધવામાં આવેલી ચામડાની બે કોથળીઓમાં સોનાના ટુકડા ભરેલા છે….!

ભારતને એક સમયે સોને કી ચિડિયા કહેવામાં આવતું હતું, કદાચ તે જમાનાના ધનવાન રાજાઓના અઢળક ખજાનાના મહિમાની ચર્ચાઓ વિશ્વમાં ગૂંજતી હશે.. જો કે, આ સંપત્તિએ વિશ્વભરના હુમલાખોરોને પણ આકર્ષ્યા હતા. અને તેથી જ તે જમાનાના રાજાઓ તેમના ખજાનાને બચાવવા માટે તેમની સાથે જોડાયેલી માહિતી ગુપ્ત રાખતા હતા.તે સમય દરમિયાન, ઘણા ક્રૂર આક્રમણકારોએ રાજાઓની સત્તા છીનવી લીધી હશે, પરંતુ તેઓ ઘણા છુપાયેલા ખજાના મેળવી શક્યા નહીં. ભારતમાં આવા ઘણા ખજાના છે, જે હજુ શોધવાના બાકી છે….
ઓવર ટુ ઓરિસ્સા…

ઓરિસ્સામાં આવેલા જગપ્રસિદ્ધ જગન્નાથ મંદિરના અગ્નિ ખૂણામાં આવેલાં એમાર મઠમાં વર્ષો પહેલાં છુપાયેલા ખજાનાની શોધ હાથ ધરાઇ છે. રાજ્ય સરકારના પુરાતત્વ ખાતાના અધિકારીઓની એક ટુકડી મેટલ ડિટેક્ટર સહિતના સાધનો સાથે મંદિર પરિસરમાં ઉતરી પડી છે.

એમાર મઠ જેની હકુમતમાં આવે છે તે ઉત્તરપાશ્વ મઠના મુખ્ય મહંત નારાયણ રામાનુજદાસે ભારત સરકારને ખજાનો શોધી કાઢવાની કરેલી વિનંતીના પગલે પુરાતત્વ ખાતાએ હમણાં જ આ ઓપરેશન હાથ ધર્યું છે. મઠના તમામ સાધુ સંતો અને મહંતો ઉપરાંત ઇતિહાસકારો પણ એમ માને છે કે એમાર મઠમાં સોના-ચાદી અને ઝવેરાતનો તોતિંગ ખજાનો છુપાવવામાં આવ્યો છે. અગાઉ 2011ની સાલમાં અને આ વર્ષે એપ્રિલમાં આ મઠમાંથી જંગી ખજાનો મળી આવ્યો હતો તેથી મઠના સત્તાવાળાઓમાં અને સંબંધિત તમામ પક્ષકારોમાં એવી માન્યતા મજબૂત બની ગઇ છે કે જમીન નીચે ખુબ કિંમતી ખજાનો દટાયેલો છે.

2011ની સાલમાં પોલીસને ચાંદીના ખુબ મોટા અને ભારે વજનદાર 522 ગઠ્ઠા મળી આવ્યા હતા જેનું કુલ વજન 18ટન થયું હતું, અને તે સમયે તેની કિંમત રૂ. 90 કરોડ આંકવામાં આવી હતી. તે ઉપરાંત આ વર્ષે એપ્રિલ મહિનામાં પણ ચાંદીના વધુ 45 ગઠ્ઠા મળી આવ્યા હતા અને પ્રત્યેક ગઠ્ઠાનું વજન 35 કિલો થયું હતું..ચાંદી ઉપરાંત આ મઠમાંથી ચાંદીનું આખુ એક વૃક્ષ, ચાંદીના ફૂલોની બનેલી વિશાળ વેલ, કાંસાની ગાય અને 16 જેટલી અતિ કિંમતી ગણાતી તલવારો મળી આવી હતી. ઉલ્લેખનીય છે કે વૈષ્ણવ સંપ્રદાયના મહાન સંત રામાનુજાચાર્યએ અંદાજે 500 વર્ષ પહેલાં તેમના પોતાના નામ ઉપરથી રામાનુજ સંપ્રદાય શરૂ કર્યો હતો અને આ રામાનુજ સમપ્રદાયના હાલ દેશભરમાં કુલ 18 મઠ આવેલા છે..

બિંબિસારનો ખજાનો…

પૂર્વે પાંચમી સદીમાં બિંબિસાર મગધનો રાજા હતો. આ પછી જ મૌર્ય સામ્રાજ્યનું વિસ્તરણ શરૂ થયું. બિમ્બિસારનો ખજાનો બિહારના રાજગીરમાં છુપાયેલો હોવાનું માનવામાં આવે છે. અહીં આવેલી બે ગુફાઓ (સોન ભંડાર ગુફા) માં જૂની લિપિમાં કંઈક લખેલું છે, જે હજુ સુધી કોઇ સમજી શક્યા નથી…એવું માનવામાં આવે છે કે ખજાનાથી સંબંધિત ગુપ્ત ચિહ્નો હોઈ શકે છે. ખજાના સાથે સંકળાયેલા ચિહ્નો એટલા નક્કર હતા કે બ્રિટિશરોએ આ ખજાનો શોધવા માટે તોપનો આશરો લીધો હતો પરંતુ નિષ્ફળ રહ્યા હતા. લોકોના મતે, શક્ય છે કે અહીં લખેલા ચિહ્નોમાંથી, છુપાયેલા ખજાનાનો નકશો અન્યત્ર મળી શકે.

રાજા માનસિંહનો ખજાનો…

રાજા માનસિંહ અકબરના દરબારમાં ઉચ્ચ હોદ્દા પર હતો. માનસિંહે 1580 માં અફઘાનિસ્તાન પર વિજય મેળવ્યો હતો. એવું માનવામાં આવે છે કે માનસિંહે આ વિજયમાં મળેલો ખજાનો અમુક જગ્યાએ છુપાવ્યો હતો. આ જાણકારી એટલી નક્કર હતી, તે એ હકીકત પરથી જાણી શકાય છે કે આઝાદી પછી કટોકટી દરમિયાન તત્કાલીન કેન્દ્ર સરકારે આ ખજાનો શોધવાનો આદેશ આપ્યો હતો. લાંબા સમય સુધી શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે આક્ષેપો અને પ્રતિ આક્ષેપો થતા રહ્યા. સત્તાવાર રીતે આ ખજાનો હજુ પણ વાર્તાઓનો એક ભાગ છે અને એવું માનવામાં આવે છે કે તે હજુ પણ કોઈ ગુપ્ત જગ્યાએ છુપાયેલું છે.

જહાંગીરનો ખજાનો…

અલવરનો કિલ્લો રાજસ્થાનથી 150 કિમી દૂર સ્થિત છે. વિસ્તારોમાં પ્રચલિત વાર્તાઓ અનુસાર, મુઘલ બાદશાહ જહાંગીર તેના વનવાસ દરમિયાન અલવરમાં રહેતા હતા. આ દરમિયાન જહાંગીરે પોતાનો ખજાનો અહીં કોઈ ગુપ્ત જગ્યાએ છુપાવી દીધો. ઘણા માને છે કે આ ખજાનો હજુ પણ અલવરમાં ક્યાંક દાટવામાં આવ્યો છે…

શ્રી મોક્કમ્બિકા મંદિર, કર્ણાટક

ખજાનો કર્ણાટકના પશ્ચિમ ઘાટમાં કોલ્લુર સ્થિત મોક્કમ્બિકા મંદિરમાં પણ ખજાનો હોવાનું કહેવાય છે. મંદિરના પૂજારીના જણાવ્યાં અનુસાર મંદિરમાં સાપના વિશેષ નિશાન છે. ભારતીય માન્યતાઓ અનુસાર, સાપ છુપાયેલા ખજાનાનું રક્ષણ કરે છે. મંદિર સાથે જોડાયેલા લોકોને સંકેત અને ચેતવણી બંને મળવા જોઈએ. આ ખજાનાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે મંદિરમાં રાખવામાં આવેલા રત્નોની કિંમત 100 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. અત્યાર સુધી ખજાનાનો કોઈ અત્તોપત્તો નથી…

કોઇને છુપા ખજાનાની શોધ છે તો જેમને ખજાનો મળ્યો નથી કે મળી શક્યો નથી કે મેશવી શક્યા નથી તેમણે આધ્યાત્મિક સિંગર કૈલાશ ખૈરને યાદ કરીને ગાવુ જોઇએ- હીરે મોતી મૈં ન ચાહુ…. મૈં તો ચાહુ સંગમ તેરા…..સૈયા…….

 23 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી