ઉછીના પૈસા પરત ન આપતા યુવકે મહિલાની અશ્‍લીલ તસ્‍વીરો FB પર કરી વાયરલ

અમદાવાદમાં વધુ એક સાઇબર ક્રાઇમની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ઉછીનાં પૈસાની લેનદેન મામલે એક યુવકે મહિલાનાં અશ્લીલ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. હાલ આ મામલે પોલીસે યુવકની ધરપકડ કરી તેનો મોબાઇલ કબજે કરી લીધો છે.

ઘટનાની મળતી વિગત મુજબ, ઓઢવમાં રહેતી મહિલાએ યુવક પાસેથી ઉછીના 20 હજાર રૂપિયા લીધા હતા. જો કે મહિલાએ પૈસા પરત ન કરતા યુવકે મહિલાનું ફેક એકાઉન્ટ બનાવ અશ્લીલ તસવીરો સોશ્યલ મીડિયામાં વહેતી કરી હતી.

આ અંગે મહિલાના પરિવારને જાણ થઇ હતી. સભ્યોએ તપાસ કરતાં માલુમ પડ્યું કે આ મહિલાના નામનું ફેક એકાઉન્ટ બનાવીને અશ્લીલ તસવીરો અપલોડ કરાઈ હતી. આ અંગે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ફરિયાદ બાદ પોલીસે આઈપી એડ્રેસના આધારે ગણતરીની જ કલાકોમાં યુવકને ઝડપી પાડ્યો હતો. હાલ પોલીસે યુવકને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.

 102 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી