રાજકોટ: વધુ એક TikTok વીડિયો વાયરલ, પોલીસ જીપનો ઉપયોગ કરાયો

ટીકટોકમાં વીડિયો બનાવવા માટે હવે સરકારી ગાડી એટલે કે પોલીસની જીપનો ઉપયોગ થઇ રહ્યો છે. રાજકોટના એ ડિવીઝન પોલીસ સ્ટેશનની જીજે 03 જીએ 1304 નંબરની ગાડીનો ટીકટોકનો વીડિયો બનાવવામાં ઉપયોગ થયાનો વીડિયો વાઇરલ થયો છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે ટિકટોકમાં વીડિયો બનાવવા માટે પોલીસ વાહનનો ઉપયોગનો વીડિયો સામે આવ્યો છે. સામાન્ય જનતાની સુરક્ષા માટે ઉપલબ્ધ કરાવવામાં આવેલી કારનો મોજમજા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે એક યુવક સિવિલ કપડામાં જીપના બોનેટ પર બેઠો છે, જ્યારે પોલીસની યુનિફોર્મમાં એક શખ્સ જીપ ચલાવી રહ્યો છે.

રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે આ વીડિયોને લઇને તપાસના આદેશ આપ્યા છે. પૂર્વ ટ્રાફિક વોર્ડન હોવાનું સામે આવ્યું છે. તેમજ જવાબદાર કર્મચારી સામે પગલા લેવામાં આવે તેવું જણવા મળી રહ્યું છે. ડીસીપી રવિમોહન સૈનીએ જણાવ્યું હતું કે, મીડિયાના માધ્યમથી એક વીડિયો મળ્યો છે. એ ડિવીઝનની પીસીઆર છે. જીપ વ્યકિત કોણ છે તેની ઓળખ થઇ નથી.

 44 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી