દુનિયાના ખતરનાક શોમાં દેખાશે PM મોદી, ભાલો લઈને ખતરનાક જંગલમાં પહોંચશે Pics

ડિસ્કવરી ચેનલના પ્રખ્યાત શો મેન વર્સીસ વાઇલ્ડમાં ટૂંક સમયમાં જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ નજર આવશે. ઇન્ટરનેશનલ ટાઇગર્ડ ડેના અવસર પર શોના સ્ટાર બેયર ગ્રિલ્સે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર માહિતી આપી કે વડાપ્રધાન મોદીની સાથે ભારતમાં વન્ય જીવ સંરક્ષણ માટે કેટલાંય ઉપાયોને લઇ તેમણે ખાસ કાર્યક્રમ શુટ કર્યો છે. પીએમ મોદી પ્રખ્યાત શો પ્રેઝન્ટર સાથે ભારતની વિશાલ કુદરતી વિવિધતા અને પ્રકૃતિ સંરક્ષણ ઉપાયો પર ચર્ચા કરતાં દેખાશે.

તે દરમિયાન કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, થોડા વર્ષ પહેલા દેશમાં કુલ 1400 વાઘ જ બચ્યા હતા. પરંતુ વાઘની સંખ્યા વધીને હવે 2967 થઇ ગઇ છે.

આ ઘણી ખુશીની વાત છે. તેમણે કહ્યું કે, વાઘની સંખ્યાના સંબંધમાં 3 લાખ 80 હજાર વર્ગ કિમીનો સર્વે થયો. 26 હજાર કેમેરા ટ્રેપ્સ લાગવ્યા હતા. 3.5 લાખ ફોટા આવ્યા અને તેમાં 76 હજાર વાઘના ફોટા આવ્યા.

ફોટોમાં તમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જોઈ રહ્યા છો. તે જંગલમાં છે અને તેમણે પોતાના હાથમાં ભાલા જેવી વસ્તુ પકડી રાખી છે. આ જંગલ ઉત્તરાખંડનું જિમ કાર્બેટ છે. આ ફોટોમાં તમે બીજા જે વ્યક્તિને જોઈ રહ્યા છો તે બેયર ગ્રિલ્સ છે.

જિમ કાર્બેટ પાર્ક ઉત્તરાખંડના નૈનીતાલમાં છે અને તે રોયલ બંગાળ ટાઇગર્સ માટે ફેમસ છે. આ ભારતના સૌથી જુના નેશનલ પાર્કોમાંથી એક છે. હાલ આ શો નો પ્રોમા જાહેર કરવામાં આવ્યો છે.

પીએમ શોના મિજાજ પ્રમાણે સ્પોર્ટ્સ ડ્રેસઅપમાં છે અને ગ્રિલ્સની સાથે નાનકડી હોડીમાં નદી પાર કરતાં, જંગલમાં ચઢાણ કરતાં દેખાઇ રહ્યા છે. શિકાર અને બીજા કામ માટે ગ્રિલ્સ પોતાના શો માં જંગલમાં હાજર વસ્તુઓમાંથી સાધન બનાવે છે અને તેની પણ નાનકડી ઝલક પ્રમોશનલ વીડિયોમાં છે.

તેમણે કહ્યું કે, આ કામમાં પીએમ મોદીએ અમને માર્ગદર્શન આપ્યું. પરિણામ ગત 5 વર્ષમાં વન ક્ષેત્ર વધુ છે. 15 હજાર વર્ગ કિમીથી વધારે ફોરેસ્ટ કવર વધ્યું છે. બધા જીવન પ્રાણી આપણા જીવનનો ભાગ છે. આજે સમગ્ર દુનિયા સલામ કરશે કે વાઘના વિકાસનું આટલું મોટું કામ ભારતે કર્યું છે. વાઘની ગણતરીનો અહેવાલ દર 4 વર્ષે કરવામાં આવે છે. અગાઉ ગણતરી વર્ષ 2014માં થઇ હતી.

 40 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી