September 26, 2022
September 26, 2022

ફેસબુક પર યુવતી સાથે થયો પ્રેમ, મળવા પહોંચ્યો તો થયું કંઇક આવું…

હિમાચલ અને ઉત્તરાખંડની સરહદ પર આવેલા ગામમાં પોતાની પ્રેમિકાને મળવા આવેલા યુવકની લોકોએ પીટાઇ કરી દીધી. પીટાઇનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી બંને એક-બીજા સાથે વાત કરવા લાગ્યા હતા અને બાદમાં બંને વચ્ચે પ્રેમ પાંગર્યો. યુવક જમ્મુ કાશ્મીરથી હટાલ પહોંચ્યો તો ગામના લોકોએ આંતકવાદી સમજી યુવકની પિટાઇ કરી.

આ વીડિયોમાં ભીડ યુવકને આતંકવાદી ગણાવી રહ્યાં છે. લોકોએ યુવકની પાસે હથિયાર હોવાની વાત પણ કરી, પરંતુ પોલીસ તપાસમાં મામલો પ્રેમ પ્રકરણ હોવાનું સામે આવ્યું. 6 મહિના પહેલા ફેસબૂક પર હટાલ ગામની એક યુવતી સાથે જમ્મુ કાશ્મીરના મુખલ ગામના વિજય કુમાર નામના યુવકની મિત્રતા થઇ હતી. જો કે પોલીસે સોશિયલ પ્લેટફોર્મની તમામ ડિટેઇલ ચેક કરી અને યુવકના ઘરવાળાને જાણ કરી હતી.

પોલીસ પાસે મામલો પહોંચ્યો તો જાણવા મળ્યું કે યુવક આતંકવાદી નહીં, પરંતુ એક પ્રેમી છે. જે પોતાની પ્રેમીકાને મળવા જમ્મુ કાશ્મીરથી હિમાચલ અને ઉત્તરાખંડની સરહદ પર સ્થિત હટાલ ગામ પહોંચ્યો હતો. હાલ સુરક્ષાને ધ્યાને રાખી પોલીસે યુવકને કસ્ટડીમાં રાખ્યો છે. પોલીસ સ્ટેશને મામલાને પુષ્ટી કરી જણાવ્યું કે યુવકના પરિવારજનોને બોલાવવામાં આવશે.

 43 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી