અમદાવાદની શ્રેય હોસ્પિટલનું મેનેજમેન્ટ આગ માટે જવાબદાર..

વિધાનસભામાં 232 પાનાનો રીપોર્ટ રજુ કરાયો

ગુજરાત વિધાનસભામાં કેગનો અહેવાલ રજૂ કર્યા બાદ અમદાવાદની શ્રેય હોસ્પિટલ અને રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આગ લાગવા મુદ્દેની તપાસનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જસ્ટિસ ડી.એ. મહેતા કમિશનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે શ્રેય હોસ્પિટલમાં આગ લાગવા પાછળ એનું મેનેજમેન્ટ જવાબદાર છે. કમિશને રાજકોટ હોસ્પિટલનો 205 પાનાનો રીપોર્ટ અને અમદાવાદની શ્રેય હોસ્પિટલનો 232 પાનાનો રીપોર્ટ રજુ કર્યો છે.


અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ લાગી ત્યારે એ બહાર જાય નહીં એવી અવ્યવસ્થા હતી. બારીઓ સ્ક્રૂ મારીને બંધ કરી દેવામાં આવી હતી, જેથી આગ હોસ્પિટલની અંદર જ રહી હતી. આઇ.સી.યુ.માં સ્મોક-ડિટેક્ટર હતા નહિ, ફાયર એલાર્મ હતા નહિ, ઓટોમેટિક સ્પ્રિંકલર સિસ્ટમ પણ આપવામાં આવી ન હતી, જેથી આ આગ લાગવા પાછળ તપાસ પંચે હોસ્પિટલના મેનેજમેન્ટ અને ભરત મહંતને જવાબદાર ઠેરવ્યા છે. શ્રેય હોસ્પિટલમાં 15 વર્ષ જૂની પેશન્ટ મોનિટરિંગ સિસ્ટમ હતી, જેને કારણે આગ લાગી હતી. આ સિસ્ટમ દર પાંચ વર્ષે એક્સપાયર થાય છે, જેથી એક્સપાયરીની અંતિમ તારીખ કરતાં પણ 10 વર્ષ જૂની સિસ્ટમને કારણે આગ લાગી હતી.

 51 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી