September 21, 2020
September 21, 2020

સુરત નજીક ગમખ્વાર અકસ્માત, મહિલા નાયબ મામલતદાર અને તેમના પતિનું ઘટનાસ્થળે મોત

માંગરોળના વાંકલ અને ઝંખવાવ ગામના હાઇવે પર ડમ્પર અને કાર અથડાતા માંડવીના મહિલા નાયબ મામલતદાર અને તેમના પતિનું મોત

સુરત નજીક માંગરોલમાં ડમ્પર અને કાર વચ્ચે ગમખ્વાક અકસ્માત સર્જાયો હતો. જેમાં માંડવીના મહિલા નાયબ મામલતદાર અને તેમના પતિનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.

સુરત જિલ્લાના માંડવી મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા મહીલા નાયબ મામલતદાર તેમના પતિ સાથે ધ્વજવંદન માટે બ્રેઝા કારમાં અંકલેશ્વર થી માંડવી આવી રહયા હતા ત્યારે વાંકલ ઝખવાવ રોડ પર માંડલ પાટીયા નજીક બેફામ બનેલા એક ડમ્પરે કારને અડફેટેમાં લેતા સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં નાયબ મામલતદાર અને તેના પતિનું મોત થયું હતું.

મળતી વિગત મુજબ, સુરત જિલ્લાના માંડવી મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા મહિલા નાયબ મામલતદાર સીમાબેન દેશમુખ ભરુચ જિલ્લાનાં અંકલેશ્વર ખાતે રહે છે આજ રોજ 15મી ઓગસ્ટના ના દિવસે ધ્વજવંદન ના કાર્યક્રમમાં હાજરી આપવા માટે તેના પતિ સંદીપ વસાવા સાથે બ્રેઝા કાર લઈ ને અંકલેશ્વર ખાતેથી માંડવી આવી રહ્યા હતા.

ત્યારે માંગરોળ તાલુકાના વાંકલ ઝખવાવ રોડ પર માંડલ પાટીયા નજીકથી પસાર થઈ રહ્યા હતા તે સમયે પુરઝડપે આવેલા એક ડમ્પરે તેમની કાર ને અડફતેમાં લેતા સર્જાયેલા અકસ્માતમાં સીમાબેન અને તેના પતિ સંદીપભાઈ ને શરીરે ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજ્યું હતું

 4,694 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર