નહેરુ ગાંધી પરિવારનો એક હિસ્સો ભાજપમાં, વર્ષોથી થઇ રહ્યું છે રાજકીય પાલન પોષણ

ભાજપની વર્તમાન નેતાગીરી દ્વારા છેલ્લા કેટલાક સમયથી પ્રથમ વડાપ્રધાન અને કોંગ્રેસના જવાહર લાલ નહેરુ તથા તેમના પુત્રી ઇન્દિરા ગાંધીની સતત અને સખત આલોચના થાય છે. વંશવાદ અને પરિવારવાદનો મારો ચલાવવામાં આવે છે. પરંતુ આજ નહેરુ ગાંધી પરિવારનો એક હિસ્સો એટલે કે ઇન્દિરા ગાંધીની પુત્રવધુ મેનકા ગાંધી અને તેમનો પુત્ર વરુણ ગાંધી ભાજપમાં રાજકીય પોષણ મેળવી રહ્યા છે. 2014માં ભાજપે બંને માતા-પુત્રને લોકસભાની ટિકિટ આપીને જીતાડ્યા હતા. માતા મેનકા ગાંધીને કેન્દ્રમાં મંત્રી બનાવ્યા અને પુત્ર વરુણ ગાંધીને 5 વર્ષ સંસદ સભ્ય બન્યા.

ભાજપના કેટલાક વર્તુણો કહે છે કે પક્ષના નેતાઓ વંશવાદ અને પરિવારવાદના નામે નહેરુ ગાંધી પરિવારની ટીકા કરે છે. પરંતુ એ જ પરિવારના બે સભ્યોને ટિકિટ આપવી બે માંથી એકને મંત્રી બનાવવા તો શું એ વંશવાદ અને પરિવારવાદ નથી? ભાજપે સાઉથ બેંગ્લોર બેઠક પરથી પક્ષના મંત્રી સ્વ. અનંત કુમારની પત્નીને ટિકિટ આપી નથી. તેના બદલે 28 વર્ષીય એક અન્ય યુવાનને ટિકિટ આપી. એવું નથી કે અનંત કુમારના પત્ની જાહેર જીવનમાં નથી. અનંત કુમારના પત્ની તતેજસ્વીની કહે છે કે મને કેમ ટિકિટ આપવામાં આવી નથી તે માટે હું દિલ્હી જઈશ પક્ષના નેતાઓને મળીશ અને કારણો જાણવાનો પ્રયાસ કરીશ.

એક તરફ ભાજપે જે નેતાએ કરુણાટકમાં ભાજપનો પાયો નાખ્યો અને કરુણાટકમાં ભાજપનો ચહેરો બન્યો હતો. તેના નિધન બાદ તેની પત્નીને ટિકિટ આપતી નથી. પરંતુ માતા પુત્ર બંનેને ટિકિટ આપવામાં આવી છે. આમ કેમ? ભાજપે અનંત કુમારની બેઠક પરથી તેજસ્વી સુર્યાનામના એક 28 વર્ષીય યુવાનને ટિકિટ આપી છે જે વડાપ્રધાન મોદીના ભરોભાર વખાણ કરે છે.

ભાજપ કોંગ્રેસ પરિવારને ભાંડે છે પરંતુ એ જ ઇન્દિરા ગાંધીના પુત્રવધુનું રાજકીય લાલન પાલન કરી રહ્યું છે. જેમ કોંગ્રેસમાં પરિવારમાં ટિકીટો મળે એમ ભાજપ પણ મેનકા ગાંધી અને વરુણ ગાંધીને ટિકિટ આપી છે.

 121 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી