મેનકા-વરૂણ ગાંધી સપામાં જોડાય તેવી શક્યતા

ભાજપ કારોબારીમાંથી પડતા મૂકાયા, રાજકીય ભવિષ્ય માટે ‘સાયકલ’ને પસંદ કરે

ભાજપમાં ગુડબુકમાંથી દુર થયેલા મેનકા ગાંધી અને તેમના પુત્ર વરૂણ ગાંધી બન્ને સમાજવાદી પાર્ટીમાં જોડાઇ જાય એવી રાજકીય અટકળો ચાલી રહી છે. બંન્ને માતા પુત્રને ભાજપે રાષ્ટ્રિય કારોબારીમાંથી દૂર કર્યા છે. આ ઉપરાંત વરૂણ ગાંધીએ લખીમપુર ખીરી કિસાન હત્યા કાંડનો વીડિયો પોતાના ટ્વીટર પર વાયરલ કરીને તપાસની માંગણી કરી હતી. આમ, ભાજપમાં હોવા છતાં યુપીમાં ભાજપની સરકારની સામે પડેલા વરૂણગાંધીને કારોબારીમાંથી પડતા મુકાયા બાદ યુપીના રાજકારણામાં ટકી રહેવા બંન્ને સપામાં જોડાઇ શકે તેમ છે. કેમકે, ઇન્દીરા ગાંધી પરિવારના મેનકા-વરૂણને સોનિયા ગાંધી કોંગ્રેસમાં સ્થાન આપે એવી કોઇ જ શક્યતા નથી.

ઇન્દિરા ગાંધીના બે પુત્રો પૈકી સંજય ગાંધીનું વિમાન અકસ્માતમાં નિધન થયા સંજયના પત્ની મેનકા વરૂણને લઇને ગાંધી પરિવારથી અલગ થઇ ગયા હતા. તેમણે એક રાજકીય પક્ષની સ્થાપના પણ કરી હતી. જો કે ત્યાર બાદ વાજપેયી-અડવાણીના સમયે તેમણે ભાજપમાં સ્થાન આપવામાં આવ્યું હતું. મોદી સરકારમાં પણ મેનકાનો મંત્રી મંડળમાં સમાવેશ કરાયો હતો. અને વરૂણને પણ ત્રણ ત્રણ વખત ભાજપ દ્વારા ટિકીટ આપીને સંસદ સભ્ય બનાવવામાં આવ્યા હતા.

મોદી સરકારે મેનકા ગાંધીને પડતા મૂક્યા બાદ તેમના વિશે કોઇ અટકળો ચાલતી નહતી. પરંતુ લખીમપુરની ઘટનાને લઇને પોતે ભાજપમાં હોવા છતાં યોગી સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. જેથી ભાજપ નેતાગીરી તેમનાથી નારાજ હતી. અને કેન્દ્રીય કારોબારીની નવી રચના વખતે બન્ને જણાને પડતા મૂકવામાં આવ્યા છે. યુપીમાં ચૂંટણીઓ નજીક છે ત્યારે તેઓ સપામાં જોડાઇ પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવાનો પ્રયત્ન કરે તો નવાઇ નહીં.

 23 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી