ગુજરાતના મંગુભાઈ પટેલ બન્યા મધ્યપ્રદેશના રાજયપાલ

કેન્દ્રીય કેબિનેટના વિસ્તરણ પહેલાં નવા રાજ્યપાલોની નિમણૂક

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રધાનમંડળના વિસ્તરણની સંભાવનાઓ વચ્ચે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે આજે અનેક રાજ્યોના રાજ્યપાલો બદલ્યા છે. રાષ્ટ્રપતિએ કર્ણાટક, મધ્ય પ્રદેશ અને હિમાચલ સહિત આઠ રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂક કરી છે જે અંતર્ગત રામનાથ કોવિંદે ગુજરાતના મંગુભાઈ છગનભાઈ પટેલને મધ્યપ્રદેશના રાજયપાલ બનાવવામાં આવ્યા છે. જ્યારે કેન્દ્રીય પ્રધાન થાવરચંદ ગેહલોતને કર્ણાટકના રાજ્યપાલ તરીકે વરણી કરવામાં આવી છે.

નોંધનીય છે કે , ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આંનદીબેન પટેલ વધારાનો મધ્યપ્રદેશના રાજયપાલ તરીકે ચાર્જ સંભાળતા હતા. જોકે હવે મંગુભાઈ પટેલને એમપીના રાજયપાલ બનાવાતા આંનદીબેન પટેલ MPના ગવર્નર પદે કાર્યોથી મુક્તિ મળશે. મંગુભાઈ પટેલ ગુજરાત સરકારમાં પણ વનપ્રધાન રહી ચૂક્યા છે.

ગુજરાતના વતની અને ભાજપના એક સમયના દિગ્ગજ નેતા વજુભાઈ વાળાને કર્ણાટકના રાજ્યપાલ પદેથી મુક્ત કરવામાં આવ્યા છે ત્યારે તેમની જગ્યાએ થાવરચંદ ગેહલોતને કર્ણાટકનાં રાજ્યપાલ બનાવાયા છે. 2014માં વજુભાઇ વાળા કર્ણાટકના ગવર્નર બન્યા હતાં સાત વર્ષ સુધી તેઓએ કર્ણાટકનાં ગવર્નર તરીકે સેવા આપી છે.

નવા નિમાયેલા રાજ્યપાલ

  • હરિ બાબુ કંભમપતિને મિઝોરમના રાજ્યપાલ બનાવાયા.
  • મંગુભાઈ છગનભાઈ પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવાયા.
  • રાજેન્દ્રન વિશ્વનાથ અર્લેકરને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બનાવાયા.
  • પીએસ શ્રીધરન પિલ્લઈને ગોવાના રાજ્યપાલ બનાવાયા.
  • સત્યદેવ નારાયણ આર્યને ત્રિપુરાના રાજ્યપાલ બનાવાયા.
  • રમેશ બેસને ઝારખંડના રાજ્યપાલ બનાવાયા

 69 ,  1