મણિનગર તરછોડાયેલી બાળકી મામલો : રાજસ્થાનની મહિલાની અપરણિત મિત્રની બાળકી હોવાનો ખુલાસો

પોલીસે અસલી માતાની તપાસ શરૂ કરી

મણિનગરમાં તાજેતરમાં જ 10 દિવસની બાળકીને ત્યજી દેવાના કિસ્સામાં પોલીસે મહિલા અને રીક્ષા ચાલકને ઝડપી તપાસ શરૂ કરી છે. ત્યારે પોલીસ તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. મહિલા આરોપીએ બાળકી વિશે કબૂલાત કરી અને પોલીસને જણાવ્યું કે તેની જ મિત્રની અપરિણીત પુત્રીની આ બાળકી છે. બાળકીની માતા અપરિણીત હોવાનું તપાસમાં સામે આવ્યું છે અને તેથી સમાજમાં કલંક ન લાગે તે માટે આ ષડયંત્ર રચાયું હોવાનું પોલીસે જણાવ્યું છે. આ મામલે પોલીસે વધુ તપાસ આદરી છે

મણિનગરમાં જોગણી માતાજી ના મંદિર 10 થી 12 દિવસની નવજાત બાળકીને ત્યજી દેનાર રાજસ્થાનની મહિલા પ્રસન્ના અને રીક્ષા ચાલકને પોલીસે ઝડપી પુછપરછ કરી હતી પરંતુ મહિલા પોલીસને આમ તેમ ફેરવી રહી હતી. જો કે, પોલીસે પસન્નાની કડકાઇથી પુછપરછ કરતા તે ભાંગી પડી હતી. તેણે પોલીસને જણાવ્યું હતું કે, ત્યજી દીધેલ બાળકી તેની જ બહેનપણી મોનાબહેનની પૌત્રી હોવાનું સામે આવ્યું છે.

પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી પણ આ એક વાત સિવાય આરોપી પ્રસન્ના કઈ બોલતી નથી. જેથી હવે આગામી સમયમાં એક ટિમ આરોપીની મિત્ર ની પૂછપરછ અને અટકાયત કરવા રાજસ્થાન મોકલી આપી છે. પણ એક વાત પોલીસ તપાસમાં એવી પણ સામે આવી છે કે જે બાળકીની માતા છે તે કદાચ 19 વર્ષની છે અને તે અપરિણીત પણ છે. ત્યારે આ બાળકીની માતાના કોની સાથે સંબંધો બંધાયા અને આ બાબતે કોઈ ગુનો રાજસ્થાનમાં નોંધાયો છે કે કેમ તે પણ તપાસ કરાશે તેવું મણિનગર પોલીસે જણાવ્યું છે.

બાળકી મળી ત્યારે બારેક દિવસની હતી અને આરોપી પ્રસન્ના પંદરેક દિવસથી અમદાવાદ માં હોવાનું રટણ કરે છે. જેથી આ ષડયંત્ર પહેલેથી ઘડાયું હોવાનું મનાય રહ્યું છે. બીજીતરફ સમાજમાં કલંક ન લાગે તે માટે બાળકી ત્યજી દીધું હોવાનું પોલીસ માને છે. તો બીજીતરફ હવે પોલીસ આરોપી પ્રસન્નાના સીડીઆર કઢાવી તે ક્યાંથી, કેવી રીતે, કયા વાહનમાં આવી અને કેટલા દિવસથી આવી કોની સાથે વાતચીત કરી કોના સંપર્ક માં હતી તે બાબતે ખુલાસો કરાશે. ત્યારે આ કેસમાં બાળકીના વાલી નો તો પતો લાગ્યો પણ તે લોકો ય હવે આ કેસમાં આરોપી બને તો કોઈ નવાઈ નથી.

 24 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર