મણીનગર : સ્યુસાઈડ પોઈન્ટ બની ગયેલ રેલવે પાટાની બન્ને તરફ હાથ ધર્યું જનજાગૃતિ અભિયાન

અમદાવાદ રેલવે અને ખોખરા પોલીસની અનોખી પહેલ

અમદાવાદ શહેર પોલીસ દ્વારા નવતર પહેલ કરવામાં આવી છે. મણિનગર રેલવેના સ્યુસાઈડ પોઈન્ટ બની ગયેલ રેલવે પાટાની બન્ને તરફ રેલવે અને ખોખરા પોલીસે હાથ ધર્યુ જનજાગૃતિ અભિયાન. અમદાવાદના મણિનગર રેલવેના સ્યુસાઈડ પોઈન્ટ બની ગયેલ રેલવે પાટાની બન્ને તરફ રેલવે અને ખોખરા પોલીસ દ્વારા અનેરું જનજાગૃતિ અભિયાન યોજવામાં આવ્યું હતું.

સામાજિક આગેવાનો તેમજ સોસાયટીના અગ્રણીઓ સાથે મળીને રેલવે અને ખોખરા પોલીસના અધિકારીઓએ ઉતરાયણના તહેવારો દરમ્યાન પતંગ ચગાવવા તેમજ પકડવા જતા અકસ્માતને ભેટતા વ્યકિતઓને બચાવી શકાય તે માટે નવતર અભિગમ અપનાવ્યો થોડીક સાવધાની આવી દુર્ઘટનાને ટાળી શકાતી હોય છે તેવી સમજ સાથે જનજાગૃતિ અભિયાન યોજવામાં આવ્યું હતું.

રેલવે તેમજ ખોખરાના પોલિસ જવાનો ઓએ સોસાયટી સોસાયટી એ જઈને આપઘાત કરવા આવતા વ્યકિતઓને સમજ આપી તેઓ આવું પગલુ ના ભરે અને જો તેવા વ્યકિત દેખાય તો સાવચેતી દાખવી તેઓ ને રોકી શહેર કે રેલવે પોલીસની ત્વરિત મદદ લેવાની અપીલ કરી હતી.

રેલવે PSI દિનેશ યાદવ અને ખોખરા PSI આર એન ચુડાસમા તેમના પોલિસ જવાનોઓ આ અભિયાનમા નાગરિકોને સાવચેતી સાથે સાવધાની રાખવાની તેમજ રેલવેની સીમામા પતંગ પકડવા કે ચગાવવા ના જવુ જોઈએ અને આત્મહત્યાનું પગલુ ભરવા આવનાર વ્યકિતો ઓને નજર પડે તો સમજાવટથી કામ લઈને તેમને તેમ કરતા રોકવાની અપીલ કરી હતી.

દક્ષિણી વેપારી એસોસિએસન ના પમુખ જગદીશ ઠક્કરની સાથે વેપારી ઓ આ અભિયાનમા જોડાઈને રેલવે તેમજ ખોખરા પોલિસ ને સહકાર આપવાની ખાતરી આપી હતી. તો બીજી તરફ લોકોએ રેલવે અને ખોખરા પોલીસ દ્વારા યોજાયેલ અભિયાનને ઉત્તમ ગણાવી તેમની આ કામગીરીને સરાહનિય ગણાવી હતી અને આ ઉમદા કાર્ય બદલ અભિનંદન પાઠવ્યા હતા.

 31 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી