શું પોલીસ તાલીમમાં ફેરફારની જરૂર છે..?

મનીષ ગુપ્તા કિસ્સાનું તારણ અને કારણ..

પોલીસમાં નવુ “વલણ” જોવા મળી રહ્યું છે-સીજેઆઇ

મૂળ તાલીમમાં ફેરફાર થાય તો ગુપ્તા જેવા કેસ ટાળી શકાય..

“સરકાર બદલાય એટલે અધિકારીઓ કોર્ટની શરણે આવે છે”

હમકો.. પુલિસ કો.. કાનૂન બતાતા હૈ..? યે લે….અને…

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

દેશના સૌથી મોટા રાજ્ય યુપીમાં ફરીથી સત્તા મેળવવા એક તરફ ભાજપ હાઇકમાન્ડ વ્યૂહરચના બનાવી રહ્યું છે ત્યારે બીજી તરફ યુપી પોલીસના કારણે યોગી સરકાર બદનામ થઇ રહી હોય તેવા એક બનાવમાં ગોરખપુરની એક હોટેલમાં અડધી રાત્રે ચેકીંગ માટે એક રૂમમાં પ્રવેશેલા પોલીસે મનીષ ગુપ્તા નામના એક વેપારીએ શું અમે આતંકવાદી છીએ એટલુ બોલતાં જ તેને એટલી હતે માર્યો કે આખરે તેણે દમ તોડી નાંખ્યો.

સપ્ટે. 2018માં લખનૌમાં અડધી રાત્રે પોતાની ઓફિસથી ઘરે જઇ રહેલા એપલ મોબાઇલના સેલ્સ મેનેજર વિવેક તિવારીની કારને રોકવા ફરજ પરના પોલીસે ઇશારો કર્યો પણ પોતાની સાથે સાથી મહિલા કર્મચારી પણ હોવાથી બીકના માર્યા વિવેકે કાર ન રોકતા પ્રશાંત ચૌધરી નામના પોલીસકર્મીએ કાર ચલાવી રહેલા વિવેક પર સીધો ગોળીબાર કર્યો અને તેનું મોત થયું. “સીટ”ની તપાસમાં ખુલાસો થયો કે પોલીસકર્મીએ ઇરાદાપૂર્વક ગોળી ચલાવી હતી.

સરકાર દ્વારા મૃતક વિવેકની પત્નીને અધિકારીકક્ષાની નોકરી, 40 લાખનું વળતર અને મામલો ભૂલાઇ ગયો. પણ મનીષ ગુપ્તાની કથિત હત્યાના કેસમાં વિવેક તિવારી વળો કિસ્સો પણ મિડિયામા ટાંકવામાં આવી રહ્યો છે.

સરકારે મૃતક મનીષની પત્નીને કે પરિવારનમાંથી કોઇ એકને નોકરી અને 10 લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે.. યોગી સરકારે આ ઘટનાની તપાસ સીબીઆઇને સોંપવાની ભલામણ કરી છે. બન્ને કિસ્સામાં પલીસે સત્તાના વધુ પડતો ઉપયોગ કર્યો. મનીષ ગુપતા તો ભાજપનો કાર્યકર હતો અને સીએમ યોગીનો ચાહક હતો. પણ પોલીસ સામે બોલવાની કિંમત ભારે પડી ગઇ.

પોલીસ કોઇ પણ દેશની હોય જ્યારે તે બેફામ થાય કે તેને રાજકિય સંરક્ષણ મળતુ હોય ત્યારે આવી અનેક ઘટનાઓ આકાર લેતી હોય છે,.અમેરિકામાં પણ આવા કિસ્સા જો કે રંગભેદને લઇને અશ્વેતોની સામે પોલીસ બળનો વધુ પડતો ઉપયોગ કરે ત્યારે તેમાં સામાવાળાને જ સહન કરવાનું આવે છે.

Vivek Tiwari murder case

અમેરિકામાં 46 વર્ષિય જ્યોર્જ ફલોયડ નામના એક અશ્વેતના ગોરા પોલીસે ગળા પર પગનું ઘૂટણ રાખીને તેની હત્યા કરવાનો બનાવ 2020નો જ છે. ગોરા પોલીસને ફટાફટ કેસ ચલાવીને સજા પણ થઇ ગઇ. 2018ના વિવેક તિવારી હત્યા કેસમાં સસ્પેન્ડેડ આરોપીને હજુ સજા થઇ નથી. જામીન પર બહાર છે. મનીષ ગુપ્તાના કેસમાં 6 પોલીસમાંથી 3ની સામે કેસ નોંધાયો છે અને બીજા 3ના નામો હજુ ફરિયાદમાં ઉમેરાયા નથી. મનીષ ગુપ્તાની કથિત હત્યા બાદ યુપી પોલીસે મૃતક મનીષની પત્નીને એમ કહ્યું કે તેઓ ફરિયાદ ના કરે. 6 પોલીસ કર્મચારીઓના પરિવારનું શું થશે..?!

દેશના ઘણાં રાજ્યોમા પોલીસ અતિરેકના કેસોને જોતાં અને પોલીસ તંત્રમાં 35 લાખ અને 50 લાખ સુધીની લાંચ લેવાના કિસ્સાઓ, નિર્દોષ નાગરિકો સાથે ગેરવર્તન, અમારી સામે કેમ બોલ્યા….હમકો કાયદા સિખાતા હૈ…આવી નાગરિકોને સહન ન કરવાની માનસિકતાને જોતાં દેશભરમાં પોલીસ તાલીમમાં ફેરફાર કરીને નવી પેઢીના પોલીસક્મીઓમાં નાગરિકોને સાંભળવાની સહનશક્તિ રાખે અને વિદેશના પોલીસની જેમ નાગરિકોની સાથે સન્માનથી વર્તે તેવા પ્રયાસો થવા જોઇએ.

પોલીસ બિહેવિયર એટલે કે પોલીસ વર્તૂણંક પર નજર રાખનારાઓ અને માનવ તાલીમ નિષ્ણાતોના મતે કોઇપણ રાજ્યમાં કોઇપણ દેશમાં પોલીસ તંત્ર એક એવુ મહત્વનું તંત્ર છે કે જે નાગરિકોની સાથે સીધા સંપર્કમાં હોય છે. ટ્રાફ્રિક પોલીસ સાથે વાહનચાલકો સાથે ઘર્ષણના બનાવોમાં નાગરિકોની સાથે ઘણીવાર પોલીસ સ્ટાફ પણ વાંકમાં હોય છે. બનાવોના મૂળમાં જે મુખ્ય છે તે એ છે કે મોટાભાગે ફિલ્ડમાં કાર્યરત પોલીસકર્મીઓમાં નાગરિકોને સાંભળવાની સહનશક્તિનો અભાવ જોવા મળે છે.

મનીષ ગુપ્તાના કિસ્સામાં પણ એવી વિગતો બહાર આવી કે ગોરખપુરની એક હોટેલમાં પોલીસકર્મીઓ તેમના રૂમમાં આઇડી પ્રુફ અને ચેકીંગ માટે આવ્યા ત્યારે ભાજપના કાર્યકર મનીષ ગુપ્તા અને તેમના અન્ય મિત્રોએ પોલીસને એટલુ જ કહ્યું કે અમારા આઇડીપ્રુફ હોટેલના રજીસ્ટરમાં છે જ અને અમે કાંઇ આતંકવાદી છીએ..? .એટલુ બોલતા જ તેના પર પોલીસે બળ પ્રયોગ કર્યો અને આખરે કથિત હત્યાનો બનાવ બની ગયો…ચૂંટણી ટાણે જ સરકાર બદનામ થઇ ગઇ..જો એ વખતે પોલીસે સંયમ રાખ્યો હોત..સહનશક્તિ રાખી હોત તો યોગી સરકારને બદનામ થવુ ન પડ્યુ હોત. એકદંરે લગભગ તમામ આવા કિસ્સામાં સહનશીલતાનો અભાવ જોવા મળે છે અને તે માટે તેમને તાલીમ દરમ્યાન જ જો ભારપૂર્વક નાગરિક સન્માન વિષે ભણાવવામાં આવે કે કહેવામાં આવે તો પોલીસ અને જે તે સરકારો ક્યારેય બદનામ ન થાય.

સુપ્રિમ કોર્ટના વર્તમાન મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ એન.વી. રામન્નાએ પણ પોલીસ વલણની નોંધ લીધી છે. હમણાં જ એક કેસની સુનાવણીમાં સીજેઆઇએ એવી ચિંતા વ્યકત કરી. આપણાં દેશમાં વહીવટીતંત્રમાં, ખાસ કરીને પોલીસ તંત્ર વિશે એમ કહ્યું કે એ કમનશીબ છે કે ક્યાંક ક્યાંક પોલીસ સત્તાધારી પાર્ટી અને સરકારની સાથે મળી જાય છે તે યોગ્ય નથી. પોલીસ તંત્રની વર્તૂણંકને જોતાં પોલીસ સામેના કેસોમાં તેઓ એક સ્થાયી સમિતિ બનાવવા માંગે છે.

તેમણે એમ પણ અવલોકન કર્યું કે, દેશમાં પોલીસમા એક નવુ વલણ જોવા મળી રહ્યું છે કે કેટલાક પોલીસ અધિકારીઓ સરકાર સાથે સારા સંબંધો હોય ત્યારે સત્તાની બહાર જઇને નાણાં પડાવે છે, પૈસા બનાવે છે. જે રાજકિય પક્ષની સરકાર બને તેની સાથે સારા સંબંધો બનાવીને સત્તાનો દુરૂપયોગ કરે છે અને એ રાજકિય પક્ષ હારી જાય અને નવી સરકાર આવે ત્યારે તેમની સામે પગલાં લેવામાં આવે કે કાર્યવાહી થાય ત્યારે તેઓ દોડતાં અદાલત પાસે રક્ષણ માંગવા આવે છે…પણ તમે પડાવ્યું તો તમારે વ્યાજ સાથે ચુકવવા તૈયાર રહેવુ જોઇએ…!

એક ઉચ્ચ પોલીસ અધિકારી સામે ખંડણીના કેસમાં નવી સરકારે પગલાં ભરતાં એ ઉચ્ચ પોલીસ અધિકારી કોર્ટમાં આવ્યા ત્યારે સીજેઆઇએ આવુ મૌખિક અવલોકન કરીને પોલીસના નવા વલણ અંગે દેશનું ધ્યાન દોર્યું છે. મામલો એ હતો કે છત્તીસગઢના અધિક ડીજીપી ગુર્જિન્દરપાલ સિંઘની સામે નવી સરકારે ખંડણીનો કેસ કર્યો ત્યારે તેઓ પોતની રક્ષણ મળવુ જોઇએ એવી અરજ સાતે સુપ્રિમ કોર્ટ પહોંચ્યા હતા. અને એ કેસમાં સીજેઆઇએ આવું નોંધનીય અવલોકન કર્યું હતું.

 53 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી