ટ્વિટર ઈન્ડિયાના MD મનિષ મહેશ્વરી પર ભારતના વિવાદિત નક્શા બદલ કેસ દાખલ

વિવાદિત નક્શો સામે આવતા ટ્વિટરની દાનત પર સવાલ સર્જાયા

ટ્વિટરે સોમવારે જમ્મુ -કાશ્મીર અને લદાખને પોતાની વેબસાઈટ પર એક અલગ દેશ તરીકે દર્શાવતો મેપ દર્શાવયો હતો જેના પગલે આજે યુપીના બુલંદશહેરમાં બજરંગ દળના એક નેતાની ફરિયાદ પર ટ્વિટર ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર મનિષ મહેશ્વરી સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે ભારતના ખોટો નકશો દેખાડવા બદલ ટ્વિટર ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર(MD) મનિષ મહેશ્વરી પર IPCની કલમ 505(2), અને આઈટી(સંશોધન) અધિનિયમ 2008ની કલમ 74 હેઠળ કેસ દાખલ થયો છે.

ઉલ્લેખનીય છે ગઈકાલે જ કંપનીની વેબસાઈટ પર આ વિવાદિત નક્શો સામે આવ્યો હતો. વેબસાઈટ પર કરિયર સેક્શનમાં ‘ટ્વીપ લાઈફ’ મથાળા હેઠળ આ આપત્તિજનક નક્શો દેખાડવામાં આવ્યો હતો. બીજી બાજુ નવા IT નિયમોને લઈને કંપનીની કેન્દ્ર સરકાર સાથે સંઘર્ષ ચાલુ છે. આ બધા વચ્ચે વિવાદિત નક્શો સામે આવતા ટ્વિટરની દાનત પર સવાલ સર્જાયા છે.

જોકે, હાલ ટ્વિટરે ભારતનો આ વિવાદિત નક્શાને હટાવી લીધો છે. આ અગાઉ વેબસાઈટ પર લદાખ અને જમ્મુ કાશ્મીરને ભારતથી અલગ દેશ દર્શાવતા નક્શો જોવા મળ્યો હતો પરિણામે ભારત સરકારે ટ્વિટર વિરુદ્ધ આકરું વલણ અપનાવ્યું હતું એટલું જ નહીં કાર્યવાહી માટે તથ્યો ભેગા કરવાના આદેશ પણ આપ્યા હતા. જો કે ભારતે દબાણને પગલે ટ્વિટરે આ ખોટો નક્શો આખરે હટાવવો જ પડ્યો.

 53 ,  1