September 26, 2020
September 26, 2020

મનોજ સિંહા બનશે જમ્મુ કશ્મીરના નવા ઉપરાજ્યપાલ, જીસી મુર્મુનું રાજીનામું મંજૂર

રાષ્ટ્રપતિએ ગિરીશચંદ્ર મુર્મૂનું રાજીનામું મંજૂર કર્યુ, મનોજ સિન્હા નવા ઉપરાજ્યપાલ..!

જીસી મુર્મુના રાજીનામા બાદ મનોજ સિંહા જમ્મુ-કાશ્મીરના કેન્દ્ર શાસિત પ્રદેશના નવા ઉપરાજ્યપાલ હશે. મનોજ સિંહા મોદી સરકારમાં રેલ્વે રાજ્યમંત્રી રહી ચૂક્યા છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી કરવામાં આવેલા એક યાદીમાં કહેવામાં આવ્યું છે કે જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ ગિરીશચંદ્ર મુર્મુનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું છે. મનોજ સિંહાની નવી લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિમણૂક કરવામાં આવી છે. જી સી મુર્મુ સીએજીના નવા અધ્યક્ષ તરીકે મૂકવામાં આવ્યા છે.

1985 બેંચના IAS અધિકારી મુર્મૂ ગુજરાત કેડરના અધિકારી છે. નરેન્દ્ર મોદી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે મુર્મૂ તેમના પ્રિન્સિપલ સેક્રેટરી હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જીસી મુર્મૂને CAG બનાવીને દિલ્હી મોકલવામાં આવી રહ્યા છે. હાલ રાજીવ મહર્ષિ CAG છે અને તેઓ આ સપ્તાહે રિટાયર્ડ થઈ રહ્યા છે.

મનોજ સિંહાએ વર્ષ 2019 માં ગાજીપુરથી લોકસભાની ચૂંટણી લડી હતી, પરંતુ તેને કઠિન સ્પર્ધામાં હારનો સામનો કરવો પડ્યો હતો. રેલ્વે રાજ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન તેમના વિકાસ કામો વિશે ઘણી ચર્ચાઓ થઈ હતી. ઉત્તરપ્રદેશની 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ધરખમ વિજય પછી મનોજ સિંહા મુખ્યમંત્રી પદની રેસમાં સૌથી આગળ હતા. જોકે, પાર્ટી દ્વારા યોગી આદિત્યનાથનું નામ આગળ મૂકવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારે ફરીથી સિંહાને મોટી જવાબદારી સોંપી છે.

 59 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર