મનસુખ માંડવિયાનો પ્રિયંકા ગાંધીને ટોણો, કહી દીધી આ મોટી વાત…

ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઇ ભાજપા દ્વારા વિજય સંકલ્પ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે જીતુ વાઘાણી અને વાસણ આહિર પોરબંદરમાં, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, મનસુખ માંડવિયા અને જયદ્રથસિંહ પરમાર આણંદમાં, મનસુખ માંડવિયા અને ભરત પંડ્યા ભરૂચમાં, તો પંચમહાલમાં જશવંતસિંહ ભાભોર અને ભાર્ગવ ભટ્ટે તેમ જ નવસારીમાં પૂનમ મહાજન અને ઇશ્વર પટેલ ઉપસ્થિત રહેશે.

વિજય સંકલ્પ સંમેલનમાં આણંદ ખાતે મનસુખ માંડવિયાએ પ્રિયંકા ગાંધી પર જોરદાર પ્રહાર કર્યા હતા. મનસુખ માંડવિયાએ કહ્યું કે, “દાદીમાં જેવું નાક હોય એટલે સત્તા મળી જાય? જો નાકથી જ સત્તા મળતી હોત તો ચીનમાં ઘરે ઘરે રાષ્ટ્રપતિ હોય.” આણંદમાં મનસુખ માંડવિયાનાં આ વાગ્બાણથી બીજેપીએ પ્રિયંકા ગાંધીને નિશાને લીધા હતા.

ઉલ્લેખનીય છે કે 24 માર્ચનાં રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ મહેસાણા ખાતેથી વિજય સંકલ્પ સંમેલનની શરૂઆત કરી હતી. 27 તારીખ સુધી ચાલનારા આ કાર્યક્રમ અંતર્ગત લોકસભાની તમામ 26 બેઠકો પર વિજય સંકલ્પ સમેલનનું આયોજન કરવામાં આવશે.

 118 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી