‘તું તા નહીં કરવાની…’ જાહેરમાં બાખડ્યા સાંસદ અને કોર્પોરેટર, Video વાયરલ

તું..તું.. મેં..મેં…! કોર્પોરેટર મહેશ વસાવા અને સાંસદ મનસુખ વસાવા વચ્ચે બોલાચાલી

નર્મદામાં રાજપીપળાના નગરપાલિકાના પેવર બ્લોકના ખાતમૂર્હત કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા અને મહેશ વસાવા જાહેરમાં બાખડ્યા હતા. બોર્ડમાં કામ લીધા વિના ખાતમૂહુર્ત થયાનો કોર્પોરેટર મહેશ વસાવાએ આરોપ લગાવ્યો હતો. અને વિપક્ષને ખાતમૂહુર્તમાં દુર રાખવા બદલ કોર્પોરેટરે વિરોધ કર્યો હતો. આ દરમિયાન સાંસદને ગુસ્સો આવ્યો અને મામલો બિચકતા સામે સામે આવી ગયા હતા. બબાલ એટલી હદે વધી ગઇ હતી કે કોર્પોરેટર અને સાંસદ ગાળાગાળી પર આવી ગયા હતા. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

રાજપીપળાની રાજેન્દ્ર નગર સોસાયટીમાં પેવર બ્લોક બેસાડવાનું કામકાજ માટે નગરપાલિકાના પ્રમુખ તથા સાંસદ મનસુખ વસાવાની હાજરીમાં ખાત મહૂર્ત શરૂ કરવામાં આવ્યું હતું. જોકે વિસ્તારના રહીશો દ્વારા આ કામનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન રાજપીપળા નગરપાલિકાના કોર્પોરેટર મહેશ વસાવા પણ અચાનક કાર્યક્રમમાં પહોંચી ગયા હતા. અને અમને કેમ જાણ નથી કરવામાં આવી, એમ કહીને વિરોધ કરાતાં સાંસદ મનસુખ વસાવા રોષે ભરાયા હતા. બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

પાલિકાના સભ્ય મહેશ વસાવાએ આક્ષેપ કર્યો કે સૌપ્રથમ કામને બોર્ડમાં લેવામાં આવ્યું નથી. એમ છતાં કામનું ખાતમુહૂર્ત કેવી રીતે કરવામાં આવી રહ્યું છે. અમને જાણ પણ કરવામાં આવી નથી. આ દરમિયાન કોર્પોરેટર મહેશ વસાવા અને સાંસદ મનસુખ વસાવા સામે તું  તું મે મે થઈ હતી અને સાંસદ વસાવાએ કીધું હતું કે આ કામ મેં મંજૂર કરાવ્યું છે. કોર્પોરેટર મહેશ વસાવાએ જણાવ્યું હતું કે બોર્ડમાં લીધા વગર તમે આ કામ કેમ મંજૂર કરાવ્યું..  

દરમિયાન મામલો બીચકયો હતો એક સમય તો એવો પણ આવી ગયો હતો કે ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવા અને પાલિકા સભ્ય મહેશભાઈ વસાવા એક બીજાને મારવા પર ઉતરી આવ્યા હતા.જો કે અંતે હાજર આગેવાનોએ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો.

 125 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર