ખુદ સત્તા પક્ષના સાંસદ કહે છે – હાં…શિક્ષણ નબળું રે નબળું…

આખા બોલા મનસુખ વસાવાએ શિક્ષણ જગતની ખોલી પોલ, Video વાયરલ

સાંસદે ખોલી સરકારની પોલઃ મનસુખ વસાવાએ જાહેર કાર્યક્રમમાં કહ્યું- ગુજરાતનું શિક્ષણ નબળું છે, નબળું છે, નબળું છે

ભરૂચના સાંસદ મનસૂખ વસાવા હંમેશા પોતાના બેબાક બોલને લઈ ચર્ચામાં રહે છે. ત્યારે આજે તેમનું વધુ એક નિવેદન ચો તરફ ચર્ચાઈ રહ્યું છે. નર્મદામાં આયોજીત એક કાર્યક્રમમાં તેમણે ગુજરાતમાં શિક્ષણ નબળું હોવાની વાત કરી છે જેને લઈ હાલ મામલો ગરમાયો છે.

વિકાસની વાતો કરતી ગુજરાત સરકાર હંમેશા શિક્ષણમાં ગુજરાતને આગળ દર્શાવે છે ત્યારે ભાજપના જ સાંસદે સરકારના દાવાઓની પોલ ખોલી નાખી છે. ત્યારે સવાલ એ થાય કે સરકાર સાચી કે સાંસદ ?

સાંસદ મનસુખ વાસાવાએ સ્થાનિક લોકોને શિક્ષણનું મહત્વ સમજાવતા એક ઉદાહરણ સાથે જણાવ્યું કે, IAS-IPSની પરીક્ષાઓમાં જૂજ સંખ્યામાં જ ગુજરાતીઓ પાસ થાય છે. આના પરથી કહી શકાય કે ગુજરાતમાં શિક્ષણ નબળું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ગુજરાતનું શિક્ષણ નબળું છે, નબળું છે, નબળું છે.

મનસુખ વસાવાએ ઉમેર્યું કે, હું સરકારની ટીકા કરી રહ્યો નથી. હું પણ સરકારનો જ એક ભાગ છું પરંતુ જે હકીકત છે તે કહેવી જરૂરી છે. આમ સાંસદે રાજ્યના શિક્ષણને નબળું ગણાવતા સરકારના દાવાઓ સામે સવાલો ઉઠવા પામ્યા છે.

 14 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી