ભૂજમાં માનકૂવા પાસે કાર અને ટ્રક વચ્ચે સર્જાયો ગોઝારો અકસ્માત

3 મહિલાના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત…

ભુજના માનકૂવા ગામ પાસે એક કાર અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 મહિલાના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. કારમાં ચાર મહિલાઓ સવાર હતી, જેમાં એક મહિલા કાર ડ્રાઈવ કરી રહી હતી. તમામ સાંખ્યયોગિની મહિલાઓ કથા પ્રસંગે ભક્તજનો સાથે હતી, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, કચ્છના સુખપર ગામે સ્વામીનારાયણ મંદિરમાં શાકોત્સવ પ્રસંગનું આયોજન કરવામાં આવ્યુ હતું. ત્યારે ભારાસર ગામની સાંખ્યયોગી અને સત્સંગી મહિલાઓ આ શાકોત્સવમાં હાજરી આપવા નીકળી હતી. ભારાસર ગામના સાંખ્યયોગી પ્રેમીલાબેન નારણભાઇ વરસાણી (ઉ.વ. 45) અને સત્સંગી મહિલાઓ સવિતાબેન કીર્તિભાઈ હિરાણી (ઉ.વ. 45), શિલુબેન ચંદેશભાઈ વરસાણી (ઉ.વ. 25) અને રસીલાબેન (ઉ.વ. 50) સ્કોર્પિયો કાર લઈને શાકોત્સવ માટે ગયા હતા. ત્યારે શાકોત્સવથી પરત ફરતા સમયે માનકુવા ગામથી ભુજ તરફ આવતા માર્ગ પર સ્કોર્પિયો કાર ટ્રક સાથે ટકરાઈ હતી.

કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતા સર્જાયેલા આ જીવલેણ અકસ્માતમાં યોગી ફઇ સહિત ત્રણ મહિલાઓના મોત થયા છે, તેમજ એક મહિલાને ઇજાઓ પહોંચતા સારવાર માટે લઇ જવાયા હોવાનું જણાવી તપાસ ચાલુમાં હોવાનું જાણવા મળ્યું છે .

 19 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી