વાનખેડેમાં ટીમ ઈન્ડિયાના ધબડકા બાદ ચમક્યો મંયક અગ્રવાલ, ફટકારી શાનદાર સદી

પ્રથમ દિવસના અંતે ટીમ ઇન્ડિયાએ ચાર વિકેટ ગુમાવી 221 રન બનાવ્યા

મુંબઈના વાનખેડે સ્ટેડિયમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે શ્રેણીની બીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં ઈન્ડિયાએ ટોસ જીતીને બેટિંગ કરતા આજના પ્રથમ દિવસના અંતે ટીમ ઈન્ડિયાનો સ્કોર 221 રન 4 વિકેટ ગુમાવીને બનાવ્યા છે. ઓપનર મંયક અગ્રવાલે શાનદાર 196 બોલમાં પોતાની સદી પુરી કરી 120 રને અણનમ રહ્યો હતો. એક સમયે ભારતની શરૂઆત સારી રહી પરંતુ 80 રને શુભમન ગીલની વિકેટ પડતા ટીમને ધબકડો થયો હતો આખરે મંયક અને રિદ્ધીમાન શાહે બાજી સંભાળી લીધી હતી.

ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં વિરાટની વિકેટ બાદ ભારે વિવાદ સર્જાયો છે. આ મેચમાં ટોસ જીતી કેપ્ટન કોહલીએ બેટિંગ પસંદ કરી હતી. આ દરમિયાન ઈન્ડિયન ઓપનર વચ્ચે 80 રનની શાનદાર પાર્ટનરશિપ થઈ હતી, જોકે ત્યાર પછી ગિલ-પૂજારા અને વિરાટ બેક ટુ બેક પેવેલિયન ભેગા થતાં ઈન્ડિયન ટીમને ફટકો પડ્યો હતો. એવામાં વિરાટ કોહલીના બેટની ઈન્સાઈડ એડ્જ લીધા પછી બોલ પેડ પર વાગ્યો હોવા છતાં તેને LBW આઉટ આપ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

બીજી ટેસ્ટમાં ભારતીય ટીમના 3 ખેલાડીઓ ઈજાગ્રસ્ત હોવાને કારણે પ્લેઈંગ ઈલેવનમાં સમાવેશ થઈ શક્યો નથી. પ્રથમ ટેસ્ટમાં કપ્તાની કરનાર અંજિક્યા રહાણે, રવિન્દ્ર જાડેજા અને ઈશાંત શર્મા ઈજાગ્રસ્ત હોવાથી બીજી ટેસ્ટ નહી રમી શકે. જ્યારે વિરોધી ટીમના કપ્ટેન કેનવિલિયમસન પર બહાર થઈ ગયો છે જેના પગલે ટીમની કમાન ટોમ લાથમ સંભાળશે.

નોંધવનીય છે કે, કાનુપરમાં પ્રથમ ટેસ્ટ ભારતની જીત વચ્ચે માત્ર 1 વિકેટ દૂર રહી હતી ન્યુઝીલેન્ડ મેચને ડ્રો ખેંચી ગઈ હતી. પીચ અને ગ્રાઉન્ડ ભીના હોવાના પગલે મેચ બપોરે 12 વાગ્યે શરૂ થઈ હતી.

 79 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી