લોકડાઉન વાયા નાગપુર થઇને ભારતપુરમાં પણ આવી શકે.., સોચ લો ઠાકૂર..!

કોરોનાના નિયમો પાળો નહીંતર નાગપુરીયા લોકડાઉનની ટ્રેન તૈયાર છે….

માસ્ક પહેરો…દવાઇ ભી –કડાઇ ભી…કભી ભી…કહીં ભી…!!

11 માર્ચના રોજ મહામારીને એક વર્ષ પુરૂ થયું, 25 માર્ચે લોકડાઉનને…

24 કલાકમાં 23245 કેસો જેમાં એકલા મહારાષ્ટ્રમાં 13 હજાર કેસો નોંધાયા..

મોદીજી બોલી બોલીને થાકી ગયા પણ લોગ હૈ કી માનતે હી..!

રસી નહીં લો તો…માંગો…માંગો…માંગો..લોકડાઉન હાજિર હૈ તુમ્હારે લિયે…!!

(નેટ ડાકિયા- ખાસ અહેવાલ)

સંતરાનગરી તરીકે જાણીતા શહેર નાગપુરમાં ફરી એકવાર કોરોનારૂપી નાગના દંશથી ઇલાજરૂપી લોકડાઉનનો ઉપાય અજમાવવામાં આવી રહ્યો છે. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ઓરેન્જ સીટીની વસ્તી અંદાજે 24.1 લાખ હતી. 10 વર્ષમાં સંતરાના ભાવ ભલે વધ્યા ન વધ્યા પણ વસ્તી તો ચોકક્સ વધી જ હશે. હવે નવી વસ્તી ગણતરી હાથ ધરાય ત્યારે જાણી શકાશે કે જ્યાં ફરીથી લોકડાઉન લગાવવાની જરૂર પડી એ નાગપુર શહેરની વસ્તી વધી વધીને કેટલી વધી…!

નાગપુર મહારાષ્ટ્રનું સંતરાના ઉત્પાદન માટેનું જાણીતું શહેર છે. તો રાજકિય રીતે પણ મહત્વપૂર્ણ છે. એ નાગપુરમાં 15 માર્ચથી એક સપ્તાહ સુધી સંપૂર્ણ લોકડાઉનની તૈયારીઓ ચાલી રહી છે. એટલુ સારૂ છે કે લોકોને ખરીદી માટેનો સમય અપાયો છે. 11 માર્ચ 2021ના રોજ એ બાબતને એક વર્ષ પૂરુ થયું કે જ્યારે ગયા વર્ષે આ જ તારીખે યુનો અને વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોના સંક્રમણ રોગચાળાને મહામારી-પેન્ડેમિક- જાહેર કર્યું અને તેના બે સપ્તાહ બાદ 25 માર્ચથી દેશ આખામાં કડક લોકડાઉન…!!

ઇસકે બાદ કી કહાની તો, જાને જગ સારા..ની જેમ ઘણાંને યાદ હશે. એ યાદ ન રાખવુ હોય અને ફરી લોકડાઉન ન જોઇતુ હોય તો મહેરબાની કરીને માસ્ક પહેરી રાખો. 2020માં કોરોના મહામારી અને 2021માં રસીકરણની ઝૂંબેશ વચ્ચે કોરોનાના કેસોમાં ઇજાફા હો રહા હૈ…છેલ્લાં 24 કલાકમાં 23245 કેસો નોંધાયા, જેમાં એકલા મહારાષ્ટ્રમાં 13 હજાર કેસો નોંધાયા..નાગપુરના સહિત…! બની શકે કે મહારાષ્ટ્ર સરકારે નાગપુરમાં લોકડાઉનનો પ્રયોગ કરીને એવા લોકોને ચેતવણી આપી છે કે જો માસ્ક નહીં પહેરો, સામાજિક અંતર નહીં રાખો, રસી નહીં લો તો…માંગો…માંગો…માંગો.. લોકડાઉન હાજિર હૈ તુમ્હારે લિયે…!!

માત્ર સંતરાનગરીમાં જ નહીં આખા ભારતનગરમાં કે ભારતપુરમાં ફરી લોકડાઉન આવશે તો તે માટે જવાબદાર હશે લોકો…લોકો…અને લોકો…..! લોકડાઉનની નવી વ્યાખ્યા-લોકો માટે લોકો દ્વારા લોકોનું લોકડાઉન…..!! ભાઇ , ભલે રસી આવી તેમ છતાં ગાઇડલાઇનનું પાલન તો કરવુ જ પડશે. કોરોના ગયુ નથી અને તબીબી નિષ્ણાતોનું માનવુ છે કે હજુ ઘણાં વર્ષો સુધી આપણે તેરા મેરા સાથ…ની જેમ કોરોના સંગ જીના હૈ…કોરોનાની સાથે જ જીવવાનું છે. રસી આવી છે, પણ એ ઇમરજન્સી માટે છે. હજુ તેના સંશોધનો ચાલી રહ્યાં છે. થોડાક સમયમાં અન્ય રસીઓની જેમ ફેમિલી ડોક્ટર પાસે જઇને આપણે કોરોના રસી લઇ શકીશું. પણ તે પહેલા જો બેદરકારી-બેકાળજી રાખશો તો રાખશો તો નાગપુરના લોકડાઉનની જેમ બીજો બધે પણ લોકડાઉન પહોંચશે….!

ઇસસે એક હી બચા સકતા હૈ-ખુદ તુમ…! યસ, તમે જ તમારી જીવન નૈયાને કોરોનારૂપી સમંદરમાથી બચાવીને સાહ્લિલ તક પહુંચા સકતે હો..તમે જ .તમારી જાતને બચાવી શકશો. સરકાર તો છે જ. સરકારે નિયમો બનાવ્યાં પણ પાલન તો આપણે જ કરવાનું છે, સરકારે રસી બનાવી, પણ લેવાની તો આપણે છે. કેમ કે એવા કેટલાક છે કે જે એવા સવાલો પૂછે છે કે ક્યા કોરોના કે ટીકે સે મેરે પિતા બનને કી શક્તિ ક્ષીણ તો નહીં હો જાયેગી…? આવા સવાલ કરીને કોઇ રસી ના લે અને પછી સંક્રમિત થાય એટલે…?!

લોકોના સવાલો તો ઘણાં છે પણ સરકાર પાસે એક જ જવાબ છે- નિયમોનું પાલન કરો…નહીંતર લોકડાઉન તૈયાર જ છે… અલબત્ત 25 માર્ચ, 2020ની જેમ દેશ આખામાં લોકડાઉનની કોઇ શકયતા નથી. પણ મહારાષ્ટ્ર્રની જેમ બીજા રાજ્યોમાં લોકડાઉન નહીં આવે તેની કોઇ ગેરંટી નથી. કેન્દ્ર સરકારે લોકડાઉનની સત્તા રાજ્યોને આપી છે અને રાજ્યો તેમને ત્યાં કોરોનાની સ્થિતિ જોઇને નક્કી કરે છે. મહારાષ્ટ્ર સરકારે નાગપુરમાં એક સપ્તાહના લોકડાઉનનો નિર્ણય કાંઇ રાતોરાત નહીં કર્યો હોય. ના છૂટકે નક્કી કર્યું હશે. કેમ કે નાગપુર અને મહારાષ્ટ્રની જેમ બીજા શહેરો અને રાજ્યોની ગયા વર્ષના લોકડાઉનથી કેવી હાલત થઇ તેના વિડિયો અને અહેવાલો કાંઇ જુના નથી થયા.તે જોઇને નકિકી કરજો કે શું કરવુ છે-નિયમો પાળવાના છે કે લોકડાઉનને ગળે લગાવવુ છે..

ફૂડ પેકેટ, સીધા સામાનની કીટ, રસ્તા સૂમસામ..બધુ જ બંધ…એકબીજાને મળવુ નહીં, સતત હાથ ધોવા, સેનેટાઇઝરનો ઉપયોગ અને દારૂડિયા દ્વારા સેનેટાઇઝરને 100 ટકા આલ્કોહોલ સમજીને પી જવુ- તેનાથી કેટલાકના મોત, , આદુ વગેરેનો ઉકાળા ઉપર ઉકાળો પીવો,ગરમ પાણી વારેઘડીએ પીવુ, ઇમ્યુનીટી પાવર વધારવો જેથી કોરોનાનો વાઇરસ ડરી જાય અને પેલા તું ચીજ બડી હૈ મસ્ત મસ્તની જેમ માસ્કને કેમ કરીને ભૂલાય…?! ગુજરાતના લોકોએ રૂ. 168 કરોડ ચૂકવ્યાં છે પોલીસ દ્વારા સરકારને.. માસ્ક નહીં પહેરવાના દંડ પેટે…!! કોરોના નિયમો પાળો નહીંતર નાગપુરીયા લોકડાઉનની ટ્રેન તૈયાર છે….બસ તમે બેદરકારીની લીલી ઝંડી બતાવો એટલે- મેં ચલી..મેં ચલી મુઝે રોકોના કોઇ..ની જેમ તમારા શહેરમાં આવે તે પહેલા કોરોનાના કકળાટને કાઢવા નિયમોનું પાલન કરો-માસ્ક પહેરો…દવાઇ ભી –કડાઇ ભી…કભી ભી…કહીં ભી…!!

-દિનેશ રાજપૂત

 44 ,  1