મર્દ ઝાડુ વાલા.. તું હૈ મર્દ ઝાડુવાલા, તુઝે કોંગ્રેસ ક્યાં મારેંગી તેરા દોસ્ત હૈ…? કૌન…?

વિધાનસભા ચૂંટણીને દોઠ વર્ષ બાકી અને રાજકિય હલ અને ચલ શરૂ..

પાટીદારો એકશન મોડમા- સીએમ તો અમારા જ… ખામોશ..!.

બધી રાજકિય ઘટનાઓ યોગાનુયોગ કે કથા-પટકથા..?

સુરત ફોર્મ્યુલા વિધાનસભામાં અજમાવાશે..?

મૌખિક ઠરાવ- કાળો ચોર જીતે પણ ધોળો પંજો તો નકો રે..

(ખાસ અહેવાલ- દિનેશ રાજપૂત)

ડિસેમ્બર 2021 આવે તો એમ કહેવાય કે હવે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીઓ શરૂ થઇ ગઇ. અને એવુ થતું આવ્યું છે કે ચૂંટણીના વર્ષમાં રાજકિય ચહલપહલ શરૂ થઇ જાય. પહેલા તો કોઇ ધારાસભ્ય ભાગ્યે જ પાર્ટી બદલે. અને હવે તો…? જ્થ્થાબંધ ભાવે મળે છે. છે કોઇ ખરીદનાર…અમે વેચાવા તૈયાર છીએ…દુલ્હા બિકતા હૈ તો નેતા ભી બિકતા હૈ..! થશે…એવુ થશે…2017માં વિધાનસભા ચૂંટણીઓ પહેલા થયું એવુ ફરીથી થશે. હસ…ખરીદનાર ઇશારો કરે એટલે પ્રજાના પ્રતિનિધિઓ આવન અને જાવન કરશે…

આ વખતે ગુજરાતમાં રાજકિય હલચલ એકાએક અને 2021ના ડિસે.ને 6 મહિનાની વાર છે ત્યારે શરૂ થઇ ગઇ. જાણે કે બધુ પટકથા પ્રમાણે. કાગવડ ખોડલધામમાં પાટીદારો 10 ટકા અનામત માટે નહીં પણ મુખ્યમંત્રી તો અમારા જ જઇએ….એવા વટભેર હુંકાર સાથે એકત્ર થયાં. ગીલે સિકવે ભૂલ કર મા ખોડલની સાક્ષીએ પ્રતિજ્ઞા વાંચન થયું- આજ સે હમ સબ એક હૈ…હમ લેઉવા નહીં…હમ કડવા નહીં…યહાં કે હમ હૈ રાજકુમાર નહીં પણ પાટીદાર…! કેટલાક પાટીદાર તો પૈસેટકે રાજાથી કમ નથી. જેમ કે નિરમાવાળા કરશનભાઇ. કોઇએ હળવી ચૂટકી લીધી- પાટીદાર પાવર એવો કે સીએમ તો અમારા જ…તો પછી 10 ટકા અનામત માટે…? બિચ્ચરા 14 પાટીદારો માર્યા ગયા હાર્દિકના આંદોલનમાં. 2022માં પાટીદાર સીએમ બનશે (?) તો સૌથી પહેલાં એ 14 શહીદ પાટીદારોને યાદ કરીને નમન કરી શકે. પણ પાટીદાર સીએમ બને તો…હોં..

પાટીદારોની બેઠક…કમલમમાં બેઠકોનો દૌર…કેટલાક જિલ્લાઓમાં કેજરીવાલની પાર્ટીમાં ઢગલાબંધ લોકો ફટફટાફટ જોડાયાની ઘટના અને ખુદ કેજરીવાલની ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી. દિલ્હીમાં દુશ્મન પણ અહીં તો ફ્રેન્ડલી મેચની જેમ તેમને આવકારતા એક પણ બેનરને હટાવવામાં આવ્યાં નથી. સુરત મનપામાં કોંગ્રેસ હટાવી દેવાઇ અને કેજરીવાલના એક સાથે અને પહેલાં જ ધડાકે 27 ઉમેદવારો ચૂંટાઇને આવ્યાં ત્યારથી હમ સાથ સાથ…ના એજન્ડાએ રાજકિય ઇંડાના કોચલામાંથી માથુ કાઢ્યુ…એક લીટીનો વણલેખ્યો ઠરાવ- ગુજરાતમાં દિલ્લી વાલે કેજરીવાલ કા ઝાડુ ભલે જીતે પણ કોંગ્રેસનો પંજો તો નહીં જ…! ખોડલધામમાં પાટીદારોએ પાછા કેજરીવાલ અને તેમની આપ પાર્ટીના વખાણ પણ કર્યા- કેજરીવાલ હારો માણહ છે હોં..ગુજરાતમાં એનું રાજકિય ભાવિ નિરમા વોશિંગ પાવડર…દૂધ કી સફેદી નિરમા સે આઇ… ની જેમ ઉજ્જવળ….ઉજ્જવળ…!!

ખોડલધામમાં હાર્દિકવાળા પાટીદારોએ સીએમપદ માટે દાવો કર્યો તો ઓબીસી કેમ ચુપ રહે..? .એટલે કોંગ્રેસના પક્ષપલ્ટુ અલ્પેશ ઠાકોરને ભાવતુ મળી ગયું…આવી પબ્લીસીટી કે દી મળવાની હતી…? તરત ઉવાચ- પાટીદાર નહી અમારા ઓબીસી, દલિત અને આદિવાસી સમાજમાંથી સીએમ હોવા જોઇએ….પાટીદારો તો પૈસાવાળા છે અમે તો ગરીબ…! ગુજરાતમાં હવે એક પછી એક સમાજવાળા બોલશે-ના..ના..અમારા સમાજમાંથી સીએમ બનાવો….!!

પણ આ આખા પાટીદાર-કેજરીવાલ-કેસરીલાલ ખેલમાં પંજો ક્યાં ….? એમાંથી કોઇ બોલતા નથી કે ના…હોં…સીએમ તો અમારો…! શું બોલે…કોણ બોલે…. કયા મોઢે બોલે…કાંઇ બોલવા જેવુ કે પછી ગુજરાતના તેમના મતદારોને કાંઇ કહેવા જેવુ કર્યું છે ખરૂ ગુજરાતની પંજા નેતાગીરીએ…? રાજીવ ગાંધી ભવનમાંથી ધારાસભ્યોના ધાડેધાડા નિકળી ગયા. એ પક્ષપલ્ટુઓનો ગુજરાત પંજા નેતાગીરીએ કોઇ ટપલી દાવ પણ કર્યો…? બંગાળમાં જુઓ… કેવો તાપ…મમતાદીદીની પાર્ટીમાંથી નિકળીને ભાજપમાં ગયેલા અને જીતેલા ધારાસભ્યો એટલા ફફડે છે કે તમામને કેન્દ્રીય સુરક્ષ દળની જવાનો પૂરા પાડવામાં આવ્યાં છે. તમામ 77 ધારાસભ્યો અને પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓ વાય કેટેગરીની સુરક્ષામાં તો મમતાની સામે લડનાર શુવેન્દુ અને આખા પરિવારને કેન્દ્રીય સુરક્ષા કવચ પુરૂ પાડવામાં આવ્યું છે. અને ગુજરાતમાં…? પહેલાં તુ જા…પછી હું આવુ જ છું તારી પાછળ પાછળ…આપણાં કોઇ નેતા નહીં બોલે….કોઇ નહીં રોકે…બધા એવા જ છે..!

કોંગ્રેસના નેતા કેવા….અમે એવા રે એવા… ! અમે કોઇને ટચ પણ ના કરીએ…જેને જવુ હોય તે જાય… બીક લાગતી હોય તો અમે કમલમ સુધી મૂકવા આવીશું…! એવી પાર્ટીને હરાવવા માટે કેસરીએ કેજરીવાલને માથે બેસાડવાની જરૂર નથી. કેજરીવાલની પાર્ટી ગુજરાતમાં નહીં હોય અને સરકાર બનાવવા સંખ્યા ઓછી પડતી હોય તો કુંવરજી બાવળિયા…જવાહર ચાવડા અને આશાબેન પટેલ ક્યારે કામ લાગશે..? રાજીવ ગાંધી ભવનની બહાર બુમ પાડો તો કેટલાય દોડતા આવશે….હું પણ આવુ…હું પણ આવુ…!

બની શકે કે કેસરીને એમ લાગ્યું હોય કે લોકો ફરી સત્તા નહીં સોંપે અને કોંગ્રેસ તો ટેકો આપશે નહીં એટલે કેજરીવાલને ગુજરાતમાં લાવો…અને સુરતમાં ઝાડુ પ્રયોગ સફળ થયો એક પણ પંજાવાળો નથી.હવે વિધાનસભાની 2022ની ચૂંટણીમાં ઇવીએમ બેલેટ પેપર પર કમળ, પંજો અને ઝાડુ પણ જોવા મળશે. એક લીટીનો મોખિક ઠરાવ છે-કેજરીવાલ ચાલશે પણ કોંગ્રેસ તો નહીં…! પંજો તે પછી માત્ર બેલેટ પેપર પર જ જોવા મળશે…!! વેલકમ કેજરીવાલજી….દિલ્હીમાં ઘર ઘર રાશન યોજનાનું યું થયું પછી…?!!

 63 ,  1