મહેમદાવાદમાં પરણિતાનો આપઘાત, પરિવારજનોએ લગાવ્યો હત્યાનો આરોપ

દોઢ વર્ષ પહેલા જ બિલ્ડર સાથે લગ્ન કરનાર યુવતીએ લગાવ્યો ફાંસો

મહેમદાબાદમાં દોઢ વર્ષ પહેલા જ બિલ્ડર સાથે લગ્ન કરનાર 25 વર્ષીય યુવતીએ આપઘાત કરી લીધો છે. મોત પહેલા યુવતીએ એક સુસાઇડ નોટ પણ લખી હતી. જેમાં પતિ સહિત સાસરીયાઓ સામે ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. તેમજ મોત માટે જવાબદાર ઠેરવ્યામાં આવ્યા છે. આ મામલે મૃતક યુવતીના પિતાએ મહેમદાબાદ પોલીસ સ્ટેશનમાં પતિ સહિત નણંદ, સાસુ-સસરા સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી કાર્યવાહીની માંગ કરી છે. યુવતીના પરિવારજનોનો આરોપ છે કે દીકરીની હત્યા કરી દેવામાં આવી છે.

મહેમદાવાદની રાધે ક્રિષ્ના સોસાયટીમાં રહેતી 25 વર્ષની પરણીતાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી. ઉમરેઠની ભાટવાડામાં રહેતી જલ્પા હીંગુના લગ્ન દોઢ વર્ષ પહેલા મહેમદાવાદના બિલ્ડર આકાશ હિંગુ સાથે થયા હતા.  ઉમરેઠની જલ્પા હીંગુની સાસરિયાઓએ હત્યા કરી હોવાનો પરિવારજનોનો આરોપ છે. પરણિતાના શરીર પર ઇજાના નિશાન મળી આવ્યા છે. 

મોત પહેલા જલ્પા હીંગુએ અંગ્રેજીમાં એક સુસાઇડ નોટ પણ લખી હતી. જેમાં પતિ આકાશ હિંગુ, સસરા કિરણ હિંગુ, સાસુ છાયા હિંગુ, નણંદ હિરલ હિંગુ સામે શારીરિક માનસિક ત્રાસ આપી મારઝૂડ કરતા હોવાનો આરોપ લગાવ્યો છે. પરણીતાએ સુસાઇડ નોટમાં  સાસુ-સસરા મા-બાપ ન થયા,  પતિ મારો ન થયો જેથી આત્મહત્યા કરૂ છું, તેમ જણાવ્યું છે.

ત્યારે આ મામલે યુવતીના પરિવારજનોએ દીકરીની હત્યા કરી હોવાનો આરોપ લગાવ્યો છે. પરણિતાના શરીર પર ઇજાના નિશાન મળી આવ્યા છે. હાલ મહેમદાબાદ પોલીસે યુવતીના પિતાની ફરિયાદ બાદ પતિ, સાસુ-સસરા તેમજ નણંદ સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 27 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી