ઉતાર-ચઢાવ બાદ વધારા પર બંધ થયા બજાર, નિફ્ટી 12250 ની ઊપર

આજના કારોબારી દિવસે ભારતીય બજાર મજબૂતી સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 12,250 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 41,600 ની નજીક બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 12,311.20 સુધી પહોંચ્યો તો સેન્સેક્સ 41,775.11 સુધી પહોંચ્યો હતો.

મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં જોશ જોવાને મળ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.40 ટકા વધીને બંધ થયા છે. નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.74 ટકાની મજબૂતી આવી છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.38 ટકા વધીને બંધ થયા છે.

રિયલ્ટી, મેટલ, એફએમસીજી, ઑટો અને આઈટી શેરોમાં જોરદાર ખરીદારી જોવાને મળી. બેન્ક નિફ્ટી 0.04 ટકાના નજીવા ઘટાડાની સાથે 32080.35 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે પીએસયુ બેન્ક શેરોમાં દબાણ જોવાને મળ્યુ.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 147.37 અંક એટલે કે 0.36 ટકા વધીને 41599.72 ના સ્તર પર બંધ થયા છે. એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 40.60 અંક એટલે કે 0.33 ટકાના વધારાની સાથે 12256.50 ના સ્તર પર બંધ થયા છે.

આજના કારોબારમાં દિગ્ગજ શેરોમાં કોલ ઈન્ડિયા, ઈન્ફોસિસ, અલ્ટ્રાટેક સિમેન્ટ, મારૂતિ સુઝુકી અને ગેલ 1.37-3.28 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે દિગ્ગજ શેરોમાં યસ બેન્ક, ઝિ એન્ટરટેનમેન્ટ, ઈન્ડુસઈન્ડ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, ટાઇટન અને વિપ્રો 0.67-4.97 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં આલ્કેમ લેબ્સ, પ્રેસ્ટીજ એસ્ટેટ, એમઆરપીએલ, ટાટા ગ્લોબલ બેવરેજિસ અને મોતિલાલ ઓસવાલ 4.99-4.06 ટકા સુધી મજબૂત થઈને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં એડલવાઇઝ, એજીએલ, ઈન્ડિયાબુલ્સ વેન્ચર, આદિત્યા બિરલા ફેશન અને ગુજરાત ગેસ 9.98-2.53 ટકા સુધી લપસીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં એનઆર અગ્રવાલ, ભારત રોડ, ચેન્નઈ પેટ્રો, મેરાથોન રિયલ્ટી અને રેન ઈન્ડસ્ટ્રીઝ 20-11.22 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં ટેક્સમેકો ઈન્ફ્રા, બીજીઆર એનરજી, ઝુઆરી એગ્રો કેમિકલ્સ, મલ્ટીબેઝ ઈન્ડિયા અને ડૉલર ઈન્ડસ્ટ્રીઝ 8.62-5.99 ટકા સુધી તૂટીને બંધ થયા છે.

 6 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર