ભારતમાં Cryptocurrency પ્રતિબંધના ડરથી માર્કેટમાં ઉથલપાથલ

રોકાણકારોએ એક ઝાટકે 1000 કરોડ ઉપાડી લીધા

ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના આંકડામાં જે ઝડપી વધારો થાય છે તેજ ઝડપથી ઘટી રહ્યો છે. જેનુ મુખ્ય કારણ વૈશ્વિક બજારમાં દબાણ અને કોરોનાના નવા પ્રકાર તેમજ ક્રિપ્ટોકરન્સી બંધ થવાના સમાચારને કારણે લોકો ક્રિપ્ટોકરન્સીમાંથી પણ પૈસા ઉપાડી રહ્યા છે. હવે ભારતમાં Cryptocurrency બંધ થઈ જશે એવી અફવા પણ માર્કેટમાં જોર પકડી રહી છે. હકીકતમાં, છેલ્લા 1 અઠવાડિયામાં જ, રોકાણકારોએ ક્રિપ્ટોકરન્સીમાં ઇન્વેસ્ટ કરેલા તેમના 1000 કરોડથી વધુ પૈસા પાછા ખેંચી લીધા છે.

ભારતમાં ક્રિપ્ટોકરન્સી સરકાર માન્ય નથી અને કેન્દ્ર સરકાર તેને મંજૂરી આપવા પણ તૈયાર નથી. એવી અટકળો ચાલી રહી હતી કે ચોમાસુ સત્રમાં, સરકારે સંસદના સત્રમાં ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ અથવા નિયમન કરવા માટેનું બિલ રજૂ કર્યું ન હતું, પરંતુ આ બિલ આવવાને કારણે ક્રિપ્ટો માર્કેટમાં છેલ્લા 1 મહિનાથી ઉથલપાથલ ચાલી રહી છે. લોકો વધુને વધુ ક્રિપ્ટોકરન્સીનું વેચાણ કરી રહ્યા છે, રોકાણકારો ક્રિપ્ટો કરન્સીમાંથી પીછેહઠ કરી રહ્યા છે.

પ્રતિબંધના સમાચારથી ક્રિપ્ટોકરન્સીની આસપાસ ચાલી રહેલી અનેક મૂંઝવણ વચ્ચે, લોકોનો આ કાલ્પનિક સંપત્તિ પરનો વિશ્વાસ હવે ડગમગવા લાગ્યો છે. રોકાણકારોએ 11 અને 17 ડિસેમ્બર વચ્ચેના એક સપ્તાહમાં ક્રિપ્ટોકરન્સીમાંથી રેકોર્ડ 142 મિલિયન ડોલર એટલે કે લગભગ રૂ. 1,0737 કરોડ રૂપિયા પાછા ઉપાડ્યા છે. માહિતી અનુસાર, 17 અઠવાડિયામાં પ્રથમ વખત ક્રિપ્ટોકરન્સીમાંથી આટલો બધો ઉપાડ થયો છે. અગાઉ જૂન 2021 માં, 97 મિલિયન ડોલરની કિંમતની ક્રિપ્ટોકરન્સી વેચાઈ હતી.

એક રિપોર્ટ પ્રમાણે, જે લોકો પાસે હાલ ક્રિપ્ટોકરન્સી છે તેમને પોતાની પોઝીશનથી બહાર નીકળવા માટે યોગ્ય સમયગાળો આપવામાં આવશે. જો આપની પાસે પણ ક્રિપ્ટોકરન્સી હોય તો તેમે અત્યારે અથવા સરકાર દ્વારા આપવામાં આવેલ સમયગાળા દરમિયાન વેંચી શકો છો. કોઈપણ વ્યક્તિને તકલીફ ન પડે તે માટે સરકાર પુરતો સમયગાળો આપશે.

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી