નવી ઉંચાઈએ ખુલ્યુ માર્કેટ, સેન્સેક્સ 59500ને પાર, નિફ્ટી 17750ની આસપાસ

સેન્સેક્સ 400 અંક ઉછળો, નિફ્ટીમાં 118 પોઇન્ટનો વધારો

વૈશ્વિક બજારના મિશ્ર સંકેતો સાથે સ્થાનિક શેરબજાર શુક્રવારે નવી ટોચ પર શરૂ થયું. બેન્કિંગ, ઓટો, એફએમસીજી શેરોમાં ખરીદીના કારણે બીએસઈના 30 શેરોનો બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ 268.82 પોઈન્ટ વધીને 59,409.98 પર ખુલ્યો, જ્યારે નિફ્ટીએ 80 પોઈન્ટના ઉછાળા સાથે 17,709.65 ના સ્તર પર શરૂઆત કરી.ટ્રેડિંગ દરમિયાન બજારમાં ઉછાળાને કારણે સેન્સેક્સ 59582.36 ની ઓલટાઇમ હાઇ પર પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી 50 17750 ની નજીક પહોંચી ગયો. બજાજ ફાઈનાન્સ (3.08 ટકા), બજાજ ફિનસર્વ (2.45 ટકા), આઈટીસી (1.99 ટકા) શેર્સ આજના કારોબારમાં સૌથી વધુ ઉછાળો રહ્યો હતો.

સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.33 ટકાની મજબૂતીની સાથે દેખાય રહી છે, જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.48 ટકા વધીને કારોબાર થઈ રહ્યો છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 427.72 અંક એટલે કે 0.27 ટકાના વધારાની સાથે 59,568.88ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 118.15 અંક એટલે કે 0.67 ટકા ઉછળીને 17,747.65 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

 40 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી