ગલવાન ઘાટીમાં શહાદત વહોરનાર શહીદ કર્નલ સંતોષ બાબૂને મહાવીર ચક્રથી સન્માનિત કરાશે

ચીન સાથે સંઘર્ષમાં કર્નલ સંતોષ કુમારની સાથે 19 જવાન શહીદ થયા હતા

પૂર્વ લદાખમાં ગલવાન ઘાટીમાં ચીનની સેનાની સાથે થયેલા હિંસક ઘર્ષણમાં શહીદ થનારા કર્નલ સંતોષ બાબૂને આ વર્ષે મહાવીર ચક્રથી સન્માનિત કરવામાં આવશે. ગણતંત્ર દિવસના પ્રસંગે દર વર્ષે દેશની રક્ષા માટે જીવની બાજી લગાવનારા સૈનિકોને વીરતા પુરસ્કાર પ્રદાન કરવામાં આવે છે. આ વખતે ગણતંત્ર દિવસ પર કર્નલ સંતોષ બાબૂને મરણોપરાંત મહાવીર ચક્રથી સન્માનિત કરવામાં આવશે.

નોંધનીય છે કે, પરમવીર ચક્ર બાદ મહાવીર ચક્ર જ ભારતીય સેનામાં સૌથી મોટું સન્માન છે. સરકારના સૂત્રોનું માનીએ તો, ગલવાન ઘાટીમાં થયેલા ઘર્ષણમાં ચીની સેનાનો મુકાબલો કરનારા અનેક જવાનોને આ વર્ષે ગેલન્ટ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવી શકે છે. સૂત્રો મુજબ આ વર્ષે પુલવામામાં આતંકી હુમલામાં શહીદ થનારા ASI મોહન લાલને પણ ગેલન્ટ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. મોહન લાલે જ IED લાગેલી કારને ઓળખી હતી અને બોમ્બર પર ગોળીબાર કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ગલવાન ઘાટીમાં ચીની સેનાની સાથે હિંસક ઘર્ષણમાં શહીદ થયેલા કર્નલ બી. સંતોષ બાબૂ ચીની પક્ષ સાથે થયેલી વાતચીતનું નેતૃત્વ કરી રહ્યા હતા, પરંતુ મોડી રાત્રે થયેલા હિંસક ઘર્ષણમાં તેઓ શહીદ થઈ ગયા. 16 બિહાર રેજિમેન્ટના કમાન્ડિંગ ઓફિસર રહેલા કર્નલ સંતોષની સાથે તે રાત્રે વધુ 19 જવાન શહીદ થયા હતા. આ તમામે દેશની રક્ષા માટે પોતાના જીવ ન્યોછાવર કરી દીધા હતા અને ચીની સૈનિકોને ઘૂસણખોરી કરતાં રોકી દીધા હતા.

નોંધનીય છે કે, સરહદ પર ચીનની સાથે ભારતીય સૈનિકોના હિંસક સંઘર્ષમાં શહાદત આપનારા કર્નલ સંતોષ કુમારની સાથે વધુ 19 જવાન શહીદ થયા હતા. તેમાં નાયબ સૂબેદાર સતનામ સિંહ અને મનદીપ સિંહની સાથે બિહાર રેજિમેન્ટના 12, પંજાબ રેજિમેન્ટના 3, 81 એમપીએસસી રેજિમેન્ટના 1 અને 81 ફીલ્ડ રેજિમેન્ટના 1 જવાન શહીદ થયા હતા.

 81 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર