Maruti Suzukiએ લોન્ચ કરી સૌથી વઘુ માઈલેજ આપતી New Celerio..!

કિંમત અને ફિચર્સ વાંચીને ખરીદવાનું થઈ જશે મન..

દેશમાં મોંઘા પેટ્રોલ અને ડીઝલના કારણે લોકો હવે કાર ખરીદતી વખતે વધુમાં વધુ માઈલેજનો આગ્રહ રાખે છે. ખાસ કરીને મિડલ ક્લાસ ફેમિલીની પહેલી પસંદ હવે માઈલેજ કાર છે. આ સ્થિતિ વચ્ચે દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ એક નવી કાર લોન્ચ કરી છે, જેમાં તેને સૌથી વધુ માઈલેજ મળવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

મારુતિ સુઝુકીએ પોતાની પ્રિમિયમ હેચબેક કાર સેલેરિયોનું નવું વર્ઝન 10 નવેમ્બરના રોજ લોન્ચ કરી દીધું છે. આ કાર 4.99 લાખથી 6.94 લાખ (એક્સ શોરુમ દિલ્હી) રુપિયાની રેન્જમાં ઉપલબ્ધ છે. તેનું મેન્યુઅલ વેરિયંટ 4.99 લાખથી 6.44 લાખ જ્યારે ઓટો વેરિયંટ 6.13 લાખથી 6.94 લાખની રેન્જમાં ખરીદી શકાશે. નવી સેલેરિયો હાલના મોડેલ કરતાં વધારે મોટી છે, અને તેમાં અપડેટેડ એન્જિન ઉપરાંત નવા સેફ્ટી અને કન્વેનિયન્સ ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે.

કંપનીનો દાવો છે કે, આ કારનું એન્જિન હાલ માર્કેટમાં ઉપલબ્ધ તમામ કારની સરખામણીએ સૌથી વધુ ફ્યુઅલ એફિશિયન્સી ધરાવે છે. જે એક લિટર પેટ્રોલમાં 26.68 કિમીનું માઈલેજ આપે છે. કારના લોન્ચિંગ વખતે કંપનીના એમડી અને ચીફ એક્ઝિક્યુટિવ કેનિચી આયુકાવાએ જણાવ્યું હતું કે, ભારત હવે દુનિયાનું પાંચમું સૌથી મોટું કાર માર્કેટ છે, અને તેમાં પોતાનું પ્રદાન આપવાનો મારુતિ સુઝુકી ગર્વ અનુભવે છે.

ભારતમાં વેચાતી કારમાં હેચબેક કાર્સનો હિસ્સો 46 ટકા જેટલો થાય છે. નવી સેલેરિયોમાં કંપનીએ નેક્સ્ટ જનરેશન K10 C એન્જિન ઈન્ટ્રોડ્યૂસ કર્યું છે. આ એન્જિન 999 સીસીની ક્ષમતા ધરાવે છે. મારુતિ સુઝુકીના સીઈઓના જણાવ્યા અનુસાર, નવી સેલેરિયોનું માઈલેજ જુના વેરિયંટની સરખામણીએ અલગ-અલગ વેરિયંટ્સ અનુસાર 15-23 ટકા જેટલું વધારે છે. આ ઉપરાંત તેમાં 12 નવા સેફ્ટી ફીચર્સ પણ ઉમેરવામાં આવ્યા છે. જેમાં હિલ હોલ્ડ આસિસ્ટ ફંક્શન વીથ એજીએસ ટ્રીમ્સનો પણ સમાવેશ થાય છે. નવી સેલેરિયોમાં પોલેન-ટાઈપ એસી ફિલ્ટર છે, તેમજ તેમાં ટિલ્ટ સ્ટિયરિંગ વિથ માઉન્ટેડ ઓડિયો કંટ્રોલ્સ, 60:40 સ્પિલ્ટ રિઅર સીટ્સ અને હાઈટ એડજસ્ટેબલ ડ્રાઈવર સીટ આપવામાં આવ્યા છે.

 48 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી