મારુતિ સુઝુકીની કાર થઇ ફરી મોંઘી, જાણો કેટલો ભાવ વધ્યો

સ્વિફ્ટ સહિત તમામ CNG મૉડલના ભાવ વધાર્યા

દેશની સૌથી મોટી કાર કંપની મારૂતિ સુજુકીએ પોતાની લોકપ્રિય હેચબેક કાર સ્વિફ્ટની કિંમત વધારી દીધી છે. આ સાથે જ જે ગ્રાહક પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતને કારણે કંપનીના સીએનજી ફિટેડ વાહન ખરીદવા માંગી રહ્યા છે તેમણે પણ આ મોડલ માટે હવે પહેલા કરતા વધુ ખર્ચ કરવો પડશે. મારૂતિ સુજુકીએ સોમવાર સવારે બીએસઇ ફાઇલિંગમાં આ જાહેરાત કરી છે.

ફાઇલિંગમાં મારૂતિ સુજુકીએ દેશમાં આ સમયે રજૂ કરવામાં આવેલા તમામ સીએનજી મોડલ્સ અને સ્વિફ્ટની કિંમતમાં વધારાને કારણે ઇનપુટ ખર્ચમાં સતત થઇ રહેલા વધારાનો હવાલો આપ્યો છે. મારૂતિ સુજુકીએ આ મોડલની કિંમતમાં 15,000 રૂપિયા સુધીનો વધારો કર્યો છે. વધતી કિંમત સોમવારથી લાગુ થશે. કંપનીએ આગળ જણાવ્યુ કે અન્ય મોડલની કિંમતમાં પણ વધારાની યોજના છે. કંપનીએ કહ્યુ કે અન્ય મોડલની કિંમત વિશે ઔપચારિક સૂચના બાદમાં આપવામાં આવશે.

મારૂતિ સુજુકી સિવાય કેટલીક કાર નિર્માતાઓને પણ ઇનપુટ ખર્ચ વધવાને કારણે પોતાના મોડલની કિંમતમાં વધારો કરવો પડ્યો છે. જોકે, આ જોવાનું બાકી છે કે લોકડાઉન પ્રતિબંધમાં છૂટ આપ્યા બાદ કિંમતમાં થયેલો વધારો ઓટો ઉદ્યોગના વેચાણમાં સંભવિત રીતે થઇ રહેલા સુધારાને કેવી રીતે પ્રભાવિત કરી શકે છે. મહત્વપૂર્ણ છે કે મારૂતિ આ સમયે પોતાના 6 પેસેન્જર વ્હીકલ્સ વેગેનર, સેલેરિયો, એસ- પ્રેસો, અર્ટિગા, અલ્ટો 800, ઈકોને ફેક્ટરી ફિટેડ સીએનજી કિટ્સ સાથે વેચે છે.

 75 ,  1