ઇમરાનની મુર્ખતાના કારણે કાશ્મિર મોદીના ખોળામાં ગયું – મરિયમ નવાઝ

‘કાશ્મિર નરેન્દ્ર મોદીનાં ખોળામાં ગયું તે નબળી સરકારનો પુરાવો’ 

પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાઝ શરીફે કાશ્મિરને લઇ પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન પર કટાક્ષ કર્યો હતો. મરિયમ નવાઝે કહ્યું હતું કે, ઇમરાનની મુર્ખતાના કારણે કાશ્મીર પીએમ મોદની ખોળામાં ગયું. મરિયમે કહ્યું જો પાકિસ્તાન કાશ્મિર પર પોતાનો દાવો ગુમાવે છે, તો તે આખા દેશને નુકસાન કરશે. મરિયમે દાવો કર્યો છે કે નબળી સરકારના કારણે કાશ્મીર ભારતમાં ચાલી ગયું છે.

મરિયમે નવાઝે કહ્યું કે ઇમરાન ખાન અવારનવાર કહે છે કે નવાઝ શરીફ મોદીનાં યાર છે, પરંતું તેમણે પોતે કાશ્મિરને ભારતીય વડાપ્રધાનનાં હાથે ગુમાવી દીધું છે, મરિયમે કહ્યું જ્યારે દેશનો વડાપ્રધાન નબળો  હોય છે ત્યારે તેના નિર્ણયો ઘાતક પુરવાર થાય છે, જનતાનાં સમર્થન અને વોટથી નથી આવ્યા, આ જ કારણથી નબળી સરકાર બની છે, તેથી જ ભારત જેવા દુશ્મન આ રીતે હુમલો કરે છે.

વધુમાં કહ્યું કે ઇમરાન ખાનની મુર્ખતા અને બિનકાર્યક્ષમતા અહીં પુરવાર થઇ છે, જે કાશ્મિર નરેન્દ્ર મોદીનાં ખોળામાં ગયું તે નબળી સરકારનો પુરાવો છે.

 74 ,  1