દ્વારકાના ભાણવડ ખાતે સામુહિક આપઘાત, દીકરી-માતા અને દાદીએ ગટગટાવ્યું ઝેર

આપઘાત પાછળનું કારણ અકબંધ, પોલીસે શરૂ કરી તજવીજ

દેવભૂમિ દ્રારકા જીલ્લામાં આવેલા ભાણવડ ગામમાં આજે સવારે એક સાથે ત્રણ મહિલાએ ઝેંરી દવા પીને આપધાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં સન્નાટો વ્યાપી ગયો છે. એકજ પરિવારની ત્રણ મહિલાએ એકાએક આ પગલુ ઉપાડતા અનેક તર્કવિતર્કો સર્જાયા છે જ્યારે પોલીસ તમામ મહિલાના સ્યુસાઇડ પાછળ શું કારણ છે તે જાણવા માટે તજવીજ શરૂ કરી છે.

દેવભૂમિ દ્રારકા જીલ્લાના ભાણવડના ગાયત્રી નગરમાં એક સાથે ત્રણ મહિલાએ આપધાત કરી લેતા ચકચારમચી ગઇ છે. માતા, દિકરી અને દાદીમાના સામુહિક આફઘાતની આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ખડભડાટી મચી ગઇ છે. પોલીસસુત્રોના જણાવ્યા અનુસાર ત્રણેય જણા આઠેક દિવસ પહેલા તેમના સંબંધીના ઘરે રહેવા માટે આવ્યા હતા જ્યા મોડીરાતે તેમને ઝેરી દવા પીને જીવન ટુંકાવ્યુ હતૂં. આ ઘટના બાદ સ્થાનિક પોલીસ સહિતની ટીમ ઘટના સ્થળે પહોચી ગઇ છે અને આત્મહત્યાનું કારણ જાણવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

પોલીસસુત્રોના જણાવ્યા અનુસાર ત્રણેય મહિલા જામનગરની રહેવાસી અને આઠ દિવસ પહેલા સંબધીના ઘરે રહેવા માટે આવી હતી. ત્રણેય મહિલાઓને પારિવારીક ઝધડો થતા તેઓ દ્રારકાના ભાણવડ ગામે આવ્યા હોવાનું પોલીસની પ્રાથમીક તપાસમાં સામે આવ્યુ છે. હાલ પોલીસે ત્રણેય મહિલાઓની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપીને તપાસ શરૂ કરી છે જ્યારે તેમના મોતનું કારણ જાણવા માટે તજવીજ શરૂ કરી છે.

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી