September 25, 2020
September 25, 2020

પ્રાંતિજ નેશનલ હાઈવે આઠ ઉપર વર્ષો જુનો રસ્તો બંધ કરવામાં આવતા ભારે વિરોધ

વર્ષો જુનો રસ્તો બંધ થશે તો આંદોલનની ચિમકી, નગરપાલિકાના પ્રમુખ સહિત કોર્પોરેટરો પણ દોડી આવ્યા

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઈવે આઠ ઉપર વર્ષો જુનો રસ્તો બંધ કરતા નગરજનોએ વિરોધ નોધાયો હતો. સાથે જો રસ્તો બંધ કરવામાં આવશે તો આવનારા દિવસોમાં નગરજનોની ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી. નગરપાલિકાના પ્રમુખ સહિત કોર્પોરેટરો પણ દોડી આવ્યા હતાં.

પ્રાંતિજ નેશનલ હાઈવે આઠ ઉપર હાલ રોડના કામને લઈને પ્રાંતિજ નાની ભાગોળથી જતો વર્ષો જુનો રસ્તો બંધ કરવામાં આવતા સામેની બાજુએ આવેલ શ્રી માર્કડેશ્વર મહાદેવમંદિર, સિવિલહોસ્પિટલ, આઇટીઆઇ, સ્મશાન ગૃહ ખાતે જવા જો રસ્તો બધ થશે તો માત્ર સામે જવા માટે હાલ તો બે કિલોમીટરનું અંતર વધશે.

જેથી નાની ભાગોળ તથા બજાર વિસ્તારના રહીશો નગરજનો, નગરપાલિકાના પ્રમુખ દિપકભાઇ કડીયા, નગરપાલિકાના કોર્પોરેટર નિખીલભાઇપટેલ, નગરપાલિકાના કોર્પોરેટર ગોવિદસિંહ સહિતના કોર્પોરેટરો દોડી આવ્યા હતા. અને ચાલી રહેલ કામનો વિરોધ કરી કામબધ કરાવી રસ્તો બંધ કરવા માટે કરવામાં આવેલસેન્ટીગ કોન્ટ્રાક્ટર દ્વારા ખુદ ખોલી લેવડાવવામા આવ્યું હતું.

જો આવનારા દિવસોમાં અહીં રસ્તો મુકવામાં નહી આવે તો ઉપસ્થિત લોકો દ્વારા આંદોલનની ચિમકી પણ આપી હતી ત્યારે હાલતો રોડ કોન્ટ્રાક્ટર દ્વારા સેન્ટીંગ ગોઠવેલ ખોલી દુર કરવામાં આવ્યું છે અને હાલતો મામલો થાળે પાડયો હતો.

ત્યારે હવે જોવુ એ રહ્યું કે અહીં આ વર્ષો જુનો રસ્તો ચાલુ રહેશે કે પછી ગ્રામજનો ને સામે જવા માટે બે કિલોમીટરના ચક્કર કાપવા પડશે એ તો હવે આવનારા દિવસોમાં જ ખબર પડશે.

સંજય રાવલ

 19 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર