માસ્ટરમાઇન્ડ મંસૂર ખાનની અટકાયત, 30 હજાર મુસલમાનો સાથે છેતરપિંડી કર્યા હોવાનો આરોપ

IMAપોંઝી ઘોટાળા મામલે IMAના સંસ્થાપક મંસૂર ખાનની શુક્રવાર સવારે દિલ્હી એરપોર્ટથી EDએ ધરપકડ કરી છે.મંસૂર ખાન પર ઇસ્લામિક બેંકના નામે હજારો લોકો સાથે છેતરપિંડી કર્યા હોવાનો આરોપ છે. આ વચ્ચે એવા સમાચાર મળ્યા છે કે મંસૂર ખાનથી પૂછપરછ કરવા માટે બેંગલુરુથી અધિકારીઓની એક ટીમ પણ દિલ્હી આવી રહી છે. જોકે આ પહેલા મંસૂર ખાને એક વીડિયો જાહેર કર્યો હતો જેમાં મંસૂરે આગામી 24 કલાકમાં ભારત પરત ફરવાની વાત કહી હતી.

આ વીડિયોમાં મંસૂરે કહ્યું કે ભારત છોડી ભાગી જવું તેની સૌથી મોટી ભૂલ હતી. પરંતુ પરિસ્થિતિઓ એવી ઉભી થઈ હતી કે તેને ભારત છોડીને જવું પડ્યું. ભારત પરત ફરી મંસૂરે સૌથી પહેલા તેના પરિવારને મળવાની ઇચ્છા જાહેર કરી છે. મંસૂર ખાન પર ઇસ્લામિક બેંકના નામે લગભગ 30 હજાર મુસ્લમાનો સાથે છેતરપિંડી કર્યા હોવાનો આરોપ છે.

મંસૂર પર આરોપ છે કે લગભગ 2000 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી તે દુબઈ ભાગી ગયો હતો.જોકે હવે EDએ મંસૂર ખાનની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.

 25 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી