બોગસ બિલ કૌભાંડનો માસ્ટર માઇન્ડ ‘નીરજ આર્યા’ : 30 કરોડથી વધુની કરચોરી પકડાઈ

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી પોલીસને ચકમો આપી થયો ફરાર

GST કૌભાંડનો મુખ્ય આરોપી અને ઉત્કર્ષ ગ્રુપનો મેનેજીંગ ડિરેક્ટર પોલીસની નબળી સુરક્ષા વચ્ચે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી ફરાર થયો છે. સ્ટેટ GST વિભાગ દ્વારા ગત સપ્તાહે રાજકોટના ઉત્કર્ષ ટીએમટી ગ્રુપ પર કરવામાં આવેલ દરોડામાં ઉત્કર્ષ ટીમેટીના મેનેજીંગ ડિરેક્ટર નીરજ આર્યા નામના આરોપીને રાજકોટથી અમદાવાદ રિફર કરવામાં આવ્યો હતો અને તેને પ્રોસ્ટેટનું કેન્સર ડિટેક્ટ થયું હતું. જેથી તેને સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર ચાલી રહી હતી અને રાત્રીના તે હોસ્પિટલમાંથી ફરાર થઇ ચુક્યો છે.

ઓપરેશન ચાર અઠવાડિયા પછી થવાનું હોવાથી તેને ડિસ્ચાર્જ કરાયો હતો.આ દરમિયાન તે ટેક્સી ગાડીમાં બેસીને પાછળના રસ્તે 1200 બેડની હોસ્પિટલ તરફથી ફરાર થઈ ગયો હતો. ડેપ્યુટી ડાયરેક્ટર GST અધિકારીને એક દિવસ અગાઉ ડિસ્ચાર્જ માટે જાણ કરી હતી. તેમ છતાં પોલીસની કોઈ વ્યવસ્થા કરવામાં નહોતી આવી. જેના કારણે આરોપી ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો.

મહત્વનું છે કે આરોપી નીરજ આર્યા ભાવનગરના બોગસ બિલ કૌભાંડનો આરોપી છે.. સ્ટેટ GST વિભાગે રાજકોટના ઈન્ગોટ્સ અને ટીએમટી બ્રાસના ઉત્પાદક ઉત્કર્ષ ગ્રૂપ ઉપર દરોડા પાડયા હતા. આ દરોડા દરમિયાન ઉત્કર્ષ એલ.એલ.પી.માંથી રૂપિયા 30 કરોડ અને આયુષ મેટાકાસ્ટ પ્રાઈવેટ લિમીટેડમાંથી રૂપિયા 2 કરોડની કરચોરી પકડાઈ હતી.ઉલ્લેખનીય છે કે સેસન્સ કોર્ટ દ્વારા આરોપી નીરજ આર્યાની જામીન અરજીના મંજુર કરવામાં આવી છે. હાલ સ્ટેટ GST વિભાગે અલગ અલગ જગ્યા એ તપાસ હાથ ધરી આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ભાવનગર સહિત સ્થળે દરોડોમાં વેરાશાખ સબબ ધરપકડ

તાજતેરમાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા ભાવનગર તથા અન્ય સ્થળોએ રાજ્ય વ્યાપી દરોડાની કામગીરી કરવામાં આવેલી તથા અફઝલ સાદીલ અલી સિજાણી, મીનાબેન રાંગવસાંગ ઝાલા (રાઠોડ), મોહમંદઅબ્બાસ રફીકઅલી મેઘાણી, કીર્તિરાજ પાંકજભાઇ સુતરીયા તથા અન્ય ઇસમોની બોગસ પેઢીઓ ઉભી કરી માલની ખરેખર રવાનગી વગર ફક્ત બિલો આપી વેરાશાખપાસઓન કરવાના ગુના સબબ ધરપકડ કરવામાં આવેલી છે. આ ઉપરાંત શંકાસ્પદ જણાતી પેઢીઓના સ્થળે સ્પોટ વિઝિટ્સ કરવામાં આવેલી છે.

કંપનીના ડિરેક્ટર્સ, સીએની ઓફિસ, પ્લાન્ટ અને ઘરે તપાસ

ગત તારીખ 19 નવેમ્બરની વહેલી સવારથી ઉત્કર્ષ ગ્રુપની રાજકોટ અને અમદાવાદ મળી કુલ 11 જગ્યા પર દરોડા કરવામાં આવ્યા છે. આ સાથે કંપનીના ડિરેક્ટર્સ તેમજ તેમના સીએ ચંદ્રેશ ચોમલની ઓફિસ, મેન્યુફેક્ચરિંગ યુનિટ અને રહેણાંક મકાન ખાતે તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી તપાસમાં મોટા પ્રમાણમાં હિસાબી સાહિત્ય જપ્ત કરવામાં આવેલા છે જેની ચકાસણીની કામગીરી હાલ ચાલી રહેલી છે.

 44 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી