મથુરા :કૃષ્ણ જન્માષ્ટમીનું આયોજન

દર વર્ષે મથુરામાં ધૂમધૂમથી યોજાનારા કૃષ્ણ જન્મોત્સવને આ વર્ષે સશક્ત ભારત-સમૃદ્ધ ભારત-અખંડ ભારતના સંકલ્પ સાથે વધુ ભવ્ય બનાવાશે. પ્રથમવાર તેની જવાબદારી કોઈ ખાનગી ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીને આપવામાં આવી રહી છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કૃષ્ણ જન્માષ્ટમીને ભવ્ય બનાવવાનો નિર્દેશ આપ્યો છે પરંતુ સમય ઓછો હોવાથી પર્યટન વિભાગ માટે આ એક મોટો પડકાર છે.

આથી વિભાગે ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની પાસેથી કૃષ્ણ ઉત્સવના આયોજન માટે દરખાસ્ત માંગી છે. કંપની સમગ્ર કાર્યક્રમ માટે એક થીમ નક્કી કરશે અને આ થીમના આધારે આયોજન સ્થળને શણગારવામાં આવશે. આ માટે અઢી કરોડ રૂપિયાનું બજેટ ફાળવાયું છે.

 26 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી