ગુજરાતમાં 3 દિવસ ભરશિયાળે માવઠાની આગાહી

સ્વેટરની સીઝનમાં રેઈનકોટ કાઢી રાખજો!

ગુજરાતમાં એક તરફ ઠંડીનું જોર પકડી રહ્યું છે ત્યારે બીજી તરફ હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી 17,18 અને 19 નવેમ્બરના રોજ માવઠું થઇ શકે છે. શિયાળાની શરૂઆતમાં માવઠાની શક્યતા વર્તાઇ રહી છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થઇ રહ્યું છે અને લો પ્રેશરને કારણે દરિયાકાંઠા વિસ્તારમાં પડી શકે છે.

અરબી સમૃદ્રમાં લો પ્રેશર સક્રિય થતા લો પ્રેશરને કારણે વરસાદ પડી શકે છે તેમ હવામાન વિભાગ દ્વારા જણાવાઈ રહ્યું છે. કમોસમી વરસાદ ત્યારે રાજ્યમાં હવે બેવળી ઋતુની અસર વર્તાઈ રહી છે,વહેલી સવારે ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળી છે, તો બપોરે ગરબીનો અહેસાસ થાય છે, તે વચ્ચે હવે માવઠાંના સમાચાર સામે આવ્યા છે. જેને લઈને શિળાળું પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે, માવઠાં આગાગીને પગલે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે.

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, અરેબિયન સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં બે દિવસ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યું કે, 17, 18 અને 19 નવેમ્બરે રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. દરિયાઈ વિસ્તાર સહિત સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. એટલે કે, મધ્ય ગુજરાત અને કચ્છ સિવાય ગુજરાતભરમાં વરસાદ દસ્તક આપી શકે છે. આ સિવાય પંચમહાલનાં કેટલાંક વિસ્તારો, ઉત્તર- મધ્ય ગુજરાતમાં, ભરૂચ, અમદાવાદ, ગાંધીનગર સહિતનાં વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવે અને કેટલાંક ભાગમાં માવઠું આવે તેવી શક્યતાઓ છે. તો કેટલાંક વિસ્તારમાં ગાજવીજ સાથે અષાઢ મહિના જેવો માહોલ સર્જાય તેવી શક્યાઓ છે.

 19 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી