દક્ષિણ ગુજરાતમાં માવઠાએ દશા બેસાડી, ઉમરપાડામાં 6 ઈંચ વરસાદ ખાબક્યો…

ભરશિયાળામાં વરસાદથી ખેડૂતોની સ્થિતિ કફોડી

રાજ્યમાં અરબી સમુદ્રમાં બનેલા સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસર રાજ્યના હવામાન પર પડી રહી છે. રાજ્યમાં સતત ત્રણ દિવસથી માવઠાની સ્થિતિ છે જે આજે અને આવતીકાલે પણ યથાવત રહેવાની છે. ગઈકાલે રાજ્યના 159 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં ગુરુવારે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ જામ્યો હતો, જેમાં સુરતના ઉમરપાડામાં સૌથી વધારે 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ સિવાય વલસાડ, ખેરગામ, પારડી, સાડા ઉમપગામ અને ધરમપુર તથા સૌરાષ્ટ્રના મહુવામાં સવા ત્રણ ઈંચ વરસાદ થયો હતો. પલસાણા, નવસારી, ચીખલી, વાપીમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે.

બીજી બીજુ દક્ષિણ ગુજરાતના બારડોલી, આહવા સહિતના વિસ્તારોમાં ભરશિયાળામાં બે ઈંચથી વધારે કમોસમી વરસાદ નોંધતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની રહી છે. સૌરાષ્ટ્રમાં પણ માવઠા અને તોફાની પવનના કારણે ઉભા પાકને નુકસાન થયું છે. આજે અને આવતીકાલે રાજ્યના તાપી, ડાંગ, વલસાડ, નવસારી, નર્મદામાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

માવઠાના કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાન થઈ રહ્યું છે, શેરડી, મગફળી, કપાસ, કેળા સિવાયના બાગાયતી પાકને પણ નુકસાન થવાની ભીતી છે. જેમાં શેરડીનો પાક લણ્યા બાદ આ વરસાદની સ્થિતિ જલદી તેને સુગર મિલ સુધી પહોંચાડવા માટે ખેડૂતો ચિંતિત છે. વરસાદના કારણે રાજ્યમાં ઠંડીનું જોર પણ વધ્યું છે. અમદાવાદ સહિતના શહેરોનો પારો ગગડીને નીચો આવી ગયો છે. કડકડતી ઠંડીની રાહ જોઈને બેઠેલા લોકો હાશકારો અનુભવી રહ્યા છે.

 33 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી