ઇસનપુર વિસ્તારમાં આવેલી આનંદ હોટલ નજીક આવેલા એક મકાનમાં ગેસનો બાટલો ફાટતા આગ લાગી હોવાની ઘટના બની છે. જેમાં બે લોકો ગંભીર રીતે દાઝી જતાં તેઓના મોત નીપજ્યાં છે. આગના પગલે ત્રણ ફાયર ફાયટર અને એક એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી છે.
મળતી માહિતી પ્રમાણે આ જગ્યાએ કાટમાળ હટાવતા સમયે બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટ કયા કારણોસર થયો છે તે હજી સામે આવ્યું નથી. ધડાકો એટલો મોટો હતો કે આસપાસનાં લોકો દોડીને ઘટના સ્થળે આવી ગયા હતાં. આગ બૂઝાવવાની કામગીરી ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી છે. બનાવની જાણ થતાં નારોલ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે.
22 , 1