September 19, 2021
September 19, 2021

માયાવતીએ કહ્યું – માફિયાઓને નહીં મળે ટિકિટ

માયાવતીના ઈનકાર બાદ મુખ્તારને ઓવૈસી પાર્ટીની ઓફર ! 

ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને અત્યારથી જ રાજકીય પાર્ટીઓ તૈયારીઓમાં લાગી ગઈ છે. તમામ પાર્ટી પોતા-પોતાની રીતે રણનીતિ ઘડવામાં લાગી ગઈ છે. ત્યારે હવે ખબર આવી રહી છે કે, બહુજન સમાજ પાર્ટીએ પણ મોટી જાહેરાત કરી છે. બીએસપી સુપ્રીમો માયાવતીએ કહ્યુ છે કે, વિધાનસભા ચૂંટણીમાં બીએસપી મુખ્તાર અંસારીને ટિકિટ નહીં આપે. મઉ વિધાનસભા સીટથી બીએસપીના પ્રદેશ અધ્યક્ષ ભીમ રાજભર પાર્ટીના ઉમેદવાર હશે.

માયાવતીએ કહ્યુ કે, અમે કોશિશ કરી રહ્યા છીએ કે, કોઈ પણ બાહુબલી કે માફિયાને પાર્ટીમાંથી ચૂંટણી લડાવામાં ન આવે. માયાવતીએ ટ્વિટ કરીને કહ્યુ કે, બીએસપીનું આગામી વિધાનસભા ચૂંટણીમાં પ્રયત્ન રહેશે કે, બાહુબલી અથવા માફિયા જેવા લોકોને પાર્ટીમાંથી ચૂંટણી લડાવામાં ન આવે. તેને ધ્યાનમાં રાખીને આઝમગઢ મંડળની મઉ વિધાનસભા સીટથી હવે મુખ્તાર અંસારીને નહીં પણ યુપી બીએસપી સ્ટેટ અધ્યક્ષ ભીમ રાજભરના નામને ફાઈનલ કર્યુ છે.

તો બીજી તરફ માયાવતીએ મુખ્તાર અંસારીને ટિકિટ માટે ઈનકાર કર્યા બાદ AIMIM ના વડા અસદુદ્દીન ઓવૈસીએ મુખ્તારને ખુલ્લી ઓફર કરી છે.ઓવૈસીએ કહ્યુ કે, મુખ્તાર UPમાં ઇચ્છે તે બેઠક પરથી તેને ટિકિટ આપવામાં આવશે.

 40 ,  1