September 18, 2021
September 18, 2021

માયાવતી- મેરે તો જનોઇધર ગોપાલ.. દુજો ના કોઇ..!

યુપીના બ્રાહ્મણો દલિત પાર્ટીને વોટ શા માટે આપે..?

યૂં કી, યુપીની ચૂંટણી માટે રણભેરી ગાજી ઉઠી…

જય અબ્બુજાન..જય પરશુરામ..અને જય જય શ્રી રામ..

સપા-બસપા-આપ-અંજો-પંજો, દીદી અને ભાઇજાન…

યુપી રેલ પર ભાજપનું ડબલ એન્જિન જાય સડસડાટ….

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

જો ઉત્તરપ્રદેશ એક અલગ દેશ હોત તો તે દુનિયાનો પાંચમો સૌથી વસ્તી ધરાવનાર દેશ હોત. ઇન્ડોનેશિયા પછી તેનો નંબર આવત. યુપીની વસ્તી અધધ..22 કરોડની થવા જાય છે, લોકસભામાં ગુજરાતની 26 બેઠકો છે તો યુપીની 80 બેઠકો છે અને ભારતના રાજકારણમાં એમ કહેવાય છે કે જેણે યુપી જીત્યુ એને દિલ્હી મળે. અને 2024માં ફરી દિલ્હીની ગાદી માટે ભાજપે યુપીને ફરીએકવાર સર કરવા કમર કસી છે. ચૂંટણીઓમાં જાતિવાદ અને જ્ઞાતિવાદ સિવાય બીજુ કોઇ ગણિત ચાલતું નથી એટલે ભાજપ સહિત અન્ય પક્ષોએ વિવિધ સમુદાયના લોકોને પોતાની તરફ આકર્ષવાના પ્રયાસો હાથ ધર્યા છે. જેમાં જાટ રાજા મહેન્દ્ર પ્રતાપસિંહના નામે અલીગઢમાં સ્ટેટ યુનિ.ની સ્થાપના માટે શિલાન્યાસ કર્યો છે.

કોંગ્રેસે પ્રિયંકાના નેતૃત્વમાં યુપીની ચૂંટણીઓ લડવાની જાહેરાત કરી છે. સપાએ સ્થાનિક ચૂંટણીઓમાં સફળતા મેળવી છે. અને ચૂંટણીઓ વખતે જ સક્રિય થયેલા માયાવતીએ દલિતોની સાથે કે તેમને પડતા મૂકીને હવે બ્રાહ્મણોને રિઝવવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે. ઘણાંને નવાઇ પણ લાગે કે જેઓ પોતે દલિત છે, દલિતોના નામે ચાર ચાર વખત સીએમ બન્યા અને હવે દલિતોના બદલે બ્રાહ્મણોને કહે છે કે તમે મને વોટ આપો હું તમારૂ કલ્ણાણ કરીશ….! કહેતા ભી દિવાના ઔર સુનતા ભી દિવાના કહેવત અહીં 50 ટકા લાગૂ પડશે. કેમ કે સુનતા તો દિવાના હૈ પણ કહતા દિવાના નથી. માયાવતીએ મતોની ચોક્કસ ગણતરી સાથે કદાજ પહેલીવાર ખુલ્લીને દલિતોને બદલે બ્રાહ્મણોને અપીલ કરી કે મને સાથ આપો…!

યુપીમાં જાતિ સમીકરણ ખૂબ જ ચિત્ર વિચિત્ર છે. એક કો મનાઉ તો દૂજા રૂઠ જાતા હૈ…ની જેમ જાટને લાવો તો રાજભર રિસાઇ જાય, દલિત લાવો તો બ્રાહ્મણો ના આવે, અવધી આવે તો પૂર્વાચંલી ના આવે અને એવા મતોના સમીકરણોની વચ્ચે સીએમ યોગી આદિત્યનાથે એક જ સમીકરણ રજૂ કર્યું. એક જાહેરસભામાં તેમણે લોકોને પૂછ્યું- હવે તમને રાશન મળે છે ને…? અનાજ મળે છે ને..?.લોકોએ કહ્યું- હાં. યોગીને મુસ્કારતે હુયે કહા- 2017 સે પહલે યુપી મેં અબ્બાજાન કહનેવાલે રાશન હજમ કર જાતે થે…ગરીબો કા રાશન બાંગ્લાદેશ પહુંચ જાતા થા…

રાજકિય નિરીક્ષકો કહે છે કે યોગીએ 2017 પહેલાનું ચિત્ર રજૂ કર્યુ છે અને એક રાજકારણી તરીકે તેમને એ કહેવાનો અધિકાર છે. તમામ સમીકરણોમાં આ એક જ સમીકરણ સબ સે ભારી…ની જેમ પૂરતુ છે. તેમ છતાં જેટલા મતો મળે એટલા સારા એમ માનીને ભાજપ કોંગ્રેસ, સપા, અપના દલ અને હવે તો શિવસેનાએ પણ યુપીના રાજકારણમાં 400 બેઠકોમાંથી 100 બેઠકો લડવાની જાહેરાત કરી છે. શિવસેનાનો એક મુદ્દાનો કાર્યક્રમ- ભાજપનો સામનો કરવો. મુંબઇથી જેમ શિવસેના એક્સપ્રેસ લખનો પહોંચશે તેમ હૈદ્રાબાદથી ઔવેસી એક્સપ્રેસ પહોંચશે. દિલ્હીથી આપ પાર્ટી પણ યુપીના મેદાનમાં ઉતરશે. કોલકાતાથી દીદી એક્સપ્રેસ પણ યુપીમાં બંગાળની નજીકના વિસ્તારોમાં ઉમેદવારો ઉભા રાખશે. આ બધાથી કોને ફાયદો અને કોને ફાયદો નહીં એ પરિણામ કહેશે. પણ યુપીમાં ચૂંટણીયુધ્ધ રૂપી રણભેરી વાગી ચૂકી છે.

આ રણભેરીમાં માયાવતી એક એવુ પરિબળ છે કે જેને લઇને સૌ કોઇ આહત-ચિંતિત અને મૂંઝવણમાં છે કે બસપાનો હાથી કોની તરફેણમાં છે…?! માયાવતી અને બસપાની ઉપેક્ષા કરી શકાય તેમ નથી. યુપીની બહાર ભલે એમ લાગે કે માયાવતી સક્રિય નથી.પણ યુપીના રાજકારણ પર નજર રાખનારાઓ જાણે જ છે કે માયાવતીએ બ્રાહ્મણોને કરેલી અપીલ ક્યા માયને રખતી હૈ….! યુપીના કોઇ ગામમાં રહેનાર બ્રાહ્મણને એમ લાગે કે દલિત કી બેટી બ્રાહ્મણ કે આગે હાથ ફૈલા રહી હૈ…? અબ તક કહાં થી….ક્યા દલિતોને ઉન્હેં વોટ દેના બંધ કર દિયા હૈ…જો અબ હમરે વોટ માંગ રહી હૈ..એવા સવાલો તો બનતે હી હૈ. અને જવાબ માયાવતી સહિત પ્રિયંકા, અખિલેશ અને યોગી સહિત સૌની પાસે છે પણ બોલશે નહીં. કેમ કે રાજકારણમાં ઘણીવાર બોલ્યા વગર ઘણુ થઇ જાય છે.

2017માં યુપી વિધાનસભાની 403 બેઠકોમાંથી ભાજપને એકલાને 300 કરતાં વધારે અને અપના દળ જેવા સાથી પક્ષો સાથે 320 બેઠકો મળી હતી. બાગડોર યોગીને આપ્યા બાદ હવે 2022ના માર્ચમાં ફરીએકવાર તેમના સહારે ભાજપે ફરી સત્તા મેળવવાનું પ્લાનિંગ કર્યું છે. જાટ નેતાના નામે યુનિ.ની સ્થાપના પ્લાનિંગનો જ એક ભાગ છે. કેન્દ્રીય મંત્રીમંડળમાં અપનાદળના નેતા અનુપ્રિયા પટેલનો સમાવેશ એનો જ એક ભાગ છે. આ વખતે બંગાળ કરતાં વધારે ધ્યાન ભાજપે યુપીને ફરી સર કરવા માટે આપવુ પડે તેમ છે. યુપીમાં કિસાન આંદોલનની સરકાર વિરોધી કથિત અસર દૂર કરવા માટે ભાજપે કમર કસી છે. મુજફ્ફરપુરમાં યોજાયેલ કિસાન મહાપંચાયતનું આકલન થઇ રહ્યું હશે. અને તેની સામે યોગીએ બુથ લેવલ સુધી માઇક્રો પ્લાનિંગ કરવુ પડે તેમ છે. અને થઇ પણ રહ્યું હશે.

સૌથી મોટો સવાલ યુપીના રાજકારણમાં એ છે કે 13-14 ટકાની વસ્તી ધરાવનાર બ્રાહ્મણો માયાવતીને વોટ શા માટે આપે અથવા આપવા જોઇએ…? યુપી સિવાય અન્યત્ર દલિત સમાજમાં જેની ભાગ્યે જ કોઇ ગણના થતી હોય એ દલિત નેતા પોતાનો મૂળ દલિત આધાર છોડીને તિલક- તરાજૂ અને તલવાર પૈકીના એક તિલકવાળા પાસે વોટ માટે હાથ લંબાવે યે બાત કુછ હજમ નહીં હો રહી ઘણાંને. અગાઉ માયાવતીએ એવો ચૂંટણા નારો આપ્યો હતો- તિલક તરાજૂ ઔર તલવાર ઇનકો મારો જૂતે ચાર…! અને જે સમુદાયને જૂતા મારવાનું પોતના કાર્યકરોને કહ્યું હોય તે માયાવતી તિલકવળા આગળ ખોળો પાથરે એટલે કુછ તો ગરબડ હૈ…

અને એવી લાગણી થાય જ ને. કેમ કે જેમણે બ્રાહ્મણ સમુદાયની સાથે જાટ-ઠાકૂર-મલ્હાર અન્ય સમુદાયોને બદલે મેરે તો ગિરીધર ગોપાલ..ની જેમ મેરે તો દલિતધર ગોપાલ…ની માળા વર્ષો સુધી ફેરવી હોય અને એ માળા નીચે મૂકીને ચૂંટણી માટે મતો માટે જનોઇવાળી માળા હાથમાં ફેરવવાનું શરૂ કરે તો ઇવીએમમાં કેટલા મતો ક્યાં ફરશે અને ક્યાં અટકશે…? કોન જાને…અબ્બુજાન જાને…!

 43 ,  3