BSPમાં માયાવતીનો ભાઈ પાર્ટી અધ્યક્ષ, ભત્રીજા આકાશ નેશનલ કોઓર્ડિનેટર બનાવાયા

BSP સુપ્રીમો માયાવતીએ રવિવારો ઝોનલ કોઓર્ડિનેટર્સ અને સાંસદોની સાથે એક બેઠક કરી હતી. જેમાં માયાવતીએ નાના ભાઈ આનંદ કુમારને પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવ્યાં. તો ભત્રીજા આકાશને નેશનલ કોઓર્ડિનેટરની જવાબદારી સોંપી.

આ સાથે દાનિશ અલી લોકસભામાં બીએસપીના નેતા તો જૌનપુરના સાંસદ શ્યામ સિંહ યાદવ લોકસભામાં બીએસપીના ઉપનેતા હશે. જ્યારે પાર્ટીના વરિષ્ઠ નેતા સતીશચંદ્ર મિશ્ર રાજ્યસભામાં બીએસપીના નેતા હશે. રવિવારે થયેલ આ બેઠકમાં બીએસપીના તમામ નેતાઓને બોલાવવામાં આવ્યા હતા. નેતાઓની સાથે બેઠકમાં પાર્ટી પ્રમુખ માયાવતીએ આ પદો માટે નિર્ણય લીધા હતા.

આકાશ આનંદ માયાવતીના ભાઈ આનંદ કુમારના પુત્ર છે. લંડનથી MBA કરનારા આકાશે BSP પાર્ટીમાંથી 2017માં રાજકારણમાં ઝંપલાવ્યું હતું. માયાવતીએ 2017માં ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી હાર્યા બાદ સહારનપુરની રેલીમાં તેમને લોન્ચ કર્યા હતા. તાજેતરમાં જ થયેલી લોકસભા ચૂંટણીમાં પણ આકાશ માયાવતી સાથે રેલી અને કાર્યક્રમોમાં જોવા મળ્યા હતા.

આનંદ કુમાર માયાવતીના નાના ભાઈ છે. તેઓ એક જમાનામાં નોઈડામાં કારકુન હતા. તેમની પર છેતરપિંડી કરી નકલી કંપની બનાવી કરોડો રૂપિયાની લોન લેવા અને પૈસાને રિયલ સ્ટેટમાં રોકીને નફો કમાવવાનો આરોપ છે. આનંદ કુમાર પહેલી વખત ત્યારે ચર્ચામા આવ્યા હતા જ્યારે નોટબંધી બાદ તેમના ખાતામાં 1.43 કરોડ રૂપિયા જમા થયા હતા. ઈનકમ ટેક્સ અને ED આવક કરતા વધારે સંપત્તિના કેસમાં તપાસ કરી રહ્યાં છે.

 8 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર