આ અભિનેત્રી હવે ગૂગલ ઈન્ડિયાની બની હેડ

બોલિવૂડ એક્ટ્રેસ મયૂરી કાંગોએ પ્રથમ ફિલ્મમાં ખૂબ જ લોકપ્રિય થઇ હતી. પરંતું આગળ સફળતા ન મળતા મયૂરીએ બોલિવૂડ ઇન્ડસ્ટ્રી છોડી દીધી હતી. મયૂરી ફરીથી ચર્ચામાં આવી ગઇ છે કારણ કે તે હાલ ગૂગલ ઇન્ડિયાની હેડ બની ગઇ છે.

ફિલ્મની કેરિયર ફ્લોપ થયા બાદ તેણે કેટલાક ટીવી શોમાં કામ કર્યુ હતુ.જોકે તેમાં પણ ખાસ સફળતા નહી મળતા તેણે એક્ટિંગનુ ક્ષેત્ર પણ છોડી દીધુ હતુ.

એ પછી તેણે યુનિવર્સિટી ઓફ ન્યૂયોર્કમાંથી એમબીએની ડિગ્રી મેળવ્યા બાદ અમેરિકામાં નોકરી પણ કરી હતી.2003માં તેણે એનઆરઆઈ બિઝનેસમેન આદિત્ય ઢિલ્લોન સાથે લગ્ન કર્યા હતા. તેમને ‘રેયાન’ નામનો એક દીકરો પણ છે.

2013માં ભારત પાછા આવ્યા બાદ તે કોર્પોરેટ સેક્ટરમાં કરી રહી છે અને હવે તેણે ગૂગલ ઈન્ડિયાની હેડ તરીકે નોકરી જોઈન કરી છે.મયૂરીની ગૂગલ ઈન્ડિયાની બિઝનેસ હેડ તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

 129 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી