જામનગર જિલ્લાને મેધરાજાએ ફરી ઘમરોળ્યું

જોડિયા પંથકમાં 7.5 ઇંચ વરસાદ ખાબકતાં ઘરોમાં પાણી ઘૂસ્યા

સૌરાષ્ટ્રના જામનગર જિલ્લાને મેધરાજાએ ફરી ઘમરોળ્યું છે. આજે ફરી વહેલી સવારથી જામનગરના જોડિયા પંથકમાં મૂશળધાર વરસાદ વરસ્યો છે જેના પગલે પંથકના નીચાળવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. એક કલાકમાં સાડા સાત ઇંચ વરસાદ ખાબકતાં રસ્તા ઉપર નદી વહી રહી હોય એવાં દૃશ્યો સર્જાયાં છે જ્યારે બીજી બાજુ હજુ વધુ વરસાદ પડે તો અનેક ગામો બેટમાં ફેરવાઈ જાય એવી પરિસ્થિતિ સર્જાઇ છે.

જામનગર ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની ફરીથી તોફાની બેટિંગની બીજી ઇનિંગ શરૂ થઈ ગઈ છે. જોડિયા પંથકમા હજી પણ વરસાદનું તોફાની તાંડવ ચાલી રહ્યું છે. રાતથી અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે. જો આવો ને આવો વરસાદ વરસતો રહેશે, તો જામનગરમાં ફરી પૂરની સ્થિતિ ઉદભવી શકે છે.

બીજી તરફ હવામાન વિભાદની આગાહીને પગલે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે મેઘરાજા દક્ષિણ ગુજરાતને ધમરોળી રહ્યા છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં ભારે પવન ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાત્રે 10 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી ગણદેવી તાલુકામાં સાડા પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે છેલ્લા બે કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ વરસતાં વેગણીયા ખાડીનો લો લાઈન પુલ પાણીમાં ગરકાવ થયો છે. જેથી બીજી તરફ રહેતા 250થી વધુ પરિવારો પ્રભાવિત થયા છે. આ બ્રિજ આ સિઝનમાં ત્રીજી વખત પાણીમાં ગરકાવ થયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતમાં આગામી ચાર દિવસમાં રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે છુટોછવાયો વરસાદ પડશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ગુરુવારે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે.

 11 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી