અયોધ્યા વિવાદ: મધ્યસ્થતા પેનલ નિષ્ફળ, 6 ઓગસ્ટથી દરરોજ સુનાવણી થશે

અયોધ્યા મામલે સુનાવણી હાથ ધરતા આજે સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય લીધો છે. આગામી 6 ઓગસ્ટથી હવે રોજે રોજ આ કેસમાં સુનાવણી હાથ ધરાશે. આજે સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે મધ્યસ્થતાનું કોઈ પરિણામ આવ્યું નથી. એવી અટકળો થઈ રહી છે કે આગામી 100 દિવસમાં આ કેસમાં ચુકાદો આવી શકે છે.

આ પહેલાં કોર્ટે એક અરજીના આધારે 11 જુલાઈએ મધ્યસ્થતા પેનલ પાસેથી આ રિપોર્ટ માંગ્યો હતો. સોમવારે દરેક પક્ષો વચ્ચે દિલ્હીમાં આવેલા ઉત્તર પ્રદેશ સદનમાં આ વિશે છેલ્લી મીટિંગ કરવામાં આવી હતી. 18 જુલાઈએ મધ્યસ્થતા પેનલે કોર્ટને સ્ટેટસ રિપોર્ટ સોંપ્યો હતો. ત્યારે સીજેઆઈએ કહ્યું હતું કે, અત્યારે મધ્યસ્થતા રિપોર્ટને રેકોર્ડમાં નથી લેવામાં આવ્યો, કારણ કે હાલ તે ખાનગી છે. પેનલ ટૂંક સમયમાં અંતિમ રિપોર્ટ કોર્ટને સોંપશે.

CJI રંજન ગોગાઈની અધ્યક્ષતા વાળી પાંચ જજોની બેંચે આજે આ મામલે સુનાવણી કરી હતી. છ ઓગસ્ટથી આ મામલાની દરરોજ સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે મધ્યસ્થતાના પ્રયાસો નિષ્ફળ રહ્યા છે. અયોધ્યા અંગે ખુલ્લી કોર્ટમાં સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટે અલાહાબાદ હાઇકોર્ટ દ્વારા 30 ઓગસ્ટ, 2010ના રોજ આપેલા આદેશના વિરુદ્ધમાં દાખલ તમામ અરજીઓની દરરોજ સુનાવણી કરવાનો નિર્ણય કર્યો છે.

મળતી માહિતી મુજબ સોમવાર અને શુક્રવારને બાદ કરતા મંગળવાર, બુધવાર અને ગુરુવારે આ મામલે સતત સુનાવણી હાથ ધરાશે. અત્રે જણાવવાનું કે 8મી માર્ચના રોજ સુપ્રીમ કોર્ટે કોર્ટે મધ્યસ્થતા માટે 3 સભ્યની કમિટીની રચના કરી હતી. આ કમિટીમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ(રિ). એફ એમ ઈબ્રાહિમ ખલિફુલ્લાહ, અધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર અને વરિષ્ઠ વકીલ શ્રીરામ પંચુ સામેલ હતાં

 54 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી