દ્વિપક્ષીય વાતચીત, પાક મુદ્દે PM મોદી કડક, જિનપિંગને ભારત આવવાનું આમંત્રણ આપ્યું

કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં શંઘાઇ સહયોગ સંગઠનની બેઠકથી અલગ વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે પ્રતિનિધિમંડળ સ્તરીય દ્વિપક્ષીય વાતચીત કરી જેમાં ચીન સાથેના આર્થિક સંબંધોને નવી ઉચાઇ આપવા અને દ્વિપક્ષીય સહયોગ વધારવા પર ચર્ચા થઇ.

મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ શી જિનપિંગને જન્મ દિવસની આગોતરી શુભકામના પણ પાઠવી.વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મળીને બંન્ને દેશ આગળ વધી શકે છે. વડાપ્રધાન મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શિ જિનપિંગને ભારત આવવા માટેનું પણ આમંત્રણ આપ્યું. મસુદ અઝહર આ મુદ્દે આભાર વ્યક્ત કર્યો હતો.

વિદેશ સચિવ વિજય ગોખલેએ જણાવ્યું કે ચીન સાથે પાકિસ્તાનના મુદ્દે સંક્ષિપ્તમાં ચર્ચા થઈ. વડાપ્રધાને ફરી વાર કહ્યું કે પાકિસ્તાને આતંકી રહિત વાતાવરણ બનાવવું જરૂરી છે. હાલ અમે એવું કંઈ જ થતું હોય તેવું નથી જોઈ રહ્યાં. અમે ઈચ્છીએ છીએ કે હવે તેઓ કોઈ ખાસ નક્કર પગલું ભરે.

વિદેશ મંત્રાલય અનુસાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશેષ રૂપથી રાષ્ટ્રપતિ જિનપિંગને અવગત કરાવ્યા અને સહમતિ વ્યક્ત કરી કે, બંને પક્ષોના સંબંધમાં આશા વધારવાની જરૂરત છે. આ સાથે તેમણે અગામી અનોપચારિક શિખર સમ્મેલન માટે શી જિનપિંગનું સ્વાગત કર્યું. રાષ્ટ્રપતિ શી જિનપિંગે આ વર્ષે ભારત આવવા માટે પોતાની ઉત્સુકતાની પુષ્ટી કરી છે.

ભારત અને ચીન વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત થઈ. જેનો હેતુ દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવાના પ્રયાસને પ્રોત્સાહન આપવાનો હતો. વડાપ્રધાન મોદી શાંઘાઈ સહયોગ સંમેલન (એસસીઓ)માં ભાગ લેવા માટે ગુરૂવારે કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેક પહોંચ્યા છે.

 20 ,  1